________________
૨૩૦
આગમ જ્યોત પ્રકાર અર્થપણામાં લેવા માટે દેશનાની પહેલાં થતી અશકાંદિની પૂજા વગેરેનું ગ્રહણ યુક્ત છે. પણ તે ફળ પ્રાપ્ય (પામી શકાય તેવું) છે. તેનું સાધ્ય ફળ તે નથી. જે સાધ્યફળ તે માનીએ તે મૂળથી જિન નામકર્મ બંધાય જ નહિ, કારણ કે તે તે પ્રતિબંધક છે. આથી અવયવ અર્થ અને સાધ્યને આશ્રીને આદિ શબ્દ કેવી રીતે વ્યાખ્યા કરવા છે.
ઉત્તર-ચૂર્ણિકાર મહારાજે જિન નામક દવામાં ધમ. કથનની સાથે પ્રવાજન (દીક્ષા આપવી) અને શિક્ષણ આપવું એ ગ્રહણ કર્યા છે. તે બે આદિ શબ્દને અર્થ અને સાધ્ય જાણવું.
પ્રશ્ન ક૭-શબ્દ સુધીના પાંચ નય કહ્યા છે, માટે તત્વાર્થસૂત્ર દિગંબરનું કેમ નહિ?
ઉત્તર-આવશ્યકની અંદર શબ્દ સુધીના પાંચ નયનું કથન સ્પષ્ટ છે. તેથી તત્વાર્થ જૈનીય જ છે.
પ્રશ્ન ૪૮-ભગવાન આયરક્ષિતસૂરિની દીક્ષા પ્રથમ શિષ્યચેરીરૂપે થયેલી છે. એમાં વિવાદ નથી, તે તે રાજકુલને, લોકોને ઈષ્ટ નથી તેથી કે સેળ વર્ષથી ઓછી ઉમંર હતી તેથી?
ઉત્તર-સાધુએ કહ્યું કે આ શ્રાવિકાને (શય્યાતરીને) બાળક (બચ્ચું) છે. એવા આવશ્યકના વચનથી સેળ વર્ષની અંદર છે. એમ સમજાય છે. જે બાવીસ વર્ષના છે તેમ માને તે ભૂણું શબ્દથી વાચ્યાર્થ કઈ પ્રકારે ઘટશે નહિ. વળી રાજકુલ વગેરેને અનભિમતપણું શિષ્ય નિષ્ફટિકામાં કારણ નથી.
પ્રશ્ન ૪૯–વજસ્વામી મહારાજ દક્ષિણપથમાં વિચરે છે. એ આવશ્યક સૂત્રના કથનમાં દક્ષિણપથ કર્યો?
ઉત્તર-અવતીરૂપ જે વિદિશા વિષય, તેની દક્ષિણમાં એડકા ગામ છે. તેની આગળ અને કૌશાંબી અટવીની પહેલાં દક્ષિણપથ કહેવાય છે. એમ વગર વિષે સમજાય તેમ છે.