________________
૧૦
આગમ ત સાધુ તે એવા પણ નથી તે પછી સાધુને દાન આપવાની મહત્તા શાથી? એક જ કારણથી કે–એ રીતે અપાયેલું ધન ત્યાગમાર્ગની સેવામાં વપરાય છે. સાધુ સાધુને આપવામાં પણ ભારે ફેર રહેલો છે. - સાધુને આપવું એ ખરું પણ એક સાધુ ક્રિયા આદિકરતાં ઉપાશ્રયમાં બેઠા છે અને બીજા લેચ કે વિહારથી પરિશ્રમિત છે. તે એ બે સાધુએમાં પરિશ્રમિતને આપવામાં વધારે લાભ છે. વળી તેથી પણ આગળ વધે. એક સાધુ પરિશ્રમિત, થાકેલે રેગી કિંવા ગ્લાનિથી પીડાયેલ હોય અને બીજો વિહારથી પરિશ્રમિત ગીતાર્થ હોય, તે વિહારથી પરિમિત એવા આચાર્યાદિકને આપવામાં વધારે લાભ છે અને એવું દાન વધારે ફળ આપે છે.
હવે વાંદરા જેવી કેળવાયેલી બુદ્ધિ કેવા અનર્થ ઉપજાવે છે? તે જુઓ અને એ અનર્થથી બચવામાં સાવધ રહે. જો તમે એ સાવધતા ઈ દેશો તે એનું પરિણામ એ આવશે કે તમારા કઈ આજ ન રહે. આ સબંધમાં એક સંસ્કૃત કવિએ ઘણી ઉત્તમ કલ્પના કરી છે નિશ્ચય વિનાના માણસને તે કવિ વાંદરાની ઉપમા આપે છે અને વાંદરૂં જેમ નિશ્ચય વિના આમથી તેમ અને તેમાંથી આમ ગમે ત્યાં રખડે છે અને એ રખડપટીમાં ગમે ત્યાં ભટકાઈને તેને નાશ થાય છે તે પ્રમાણે કવિ કહે છે કે નિશ્ચય વિનાના માણસની પણ તેવી દશા થાય છે. અનર્થકારી કલ્પનાઓ
સમજો કે એક સાધુ છે, તેણે તપશ્ચર્યા કરવા માંડી છે. તપ કરતાં કરતાં તેણે વ્રત પૂરું કર્યું અને પારણાને સમય આવ્યો. હવે એ સમયે તમે એને વહોરા (સાધુને જૈન ધર્મના નિયમ પ્રમાણે શાસાધારે યોગ્ય એવી ભજનની વસ્તુઓ પૂરી પાડવી તેને જેનધર્મ પ્રમાણે સાધુને વહેરાવવું એમ કહે છે) ખરા કે નહિ?