________________
૨૨
આગમ ત ઓછી કરવી, આ વિચાર કરે અને તે ભાવમાં આત્માને પ્રવર્તાવ તે પ્રતિપત્તિપૂજા છે. આ રીતે આત્માને દેવાધિદેવરૂપે પ્રવર્તાવ તે પ્રતિપત્તિપૂજા છે પરંતુ દેવાધિદેવરૂપે પ્રવર્તાવો. એટલે શું તે જરા સમજી લેજે.
દેવાધિદેવેએ લગ્ન કર્યા, યુદ્ધ કર્યા, રાયે કર્યા માટે આત્માને પણ એ રૂપમાં પ્રવર્તાવવો એ પ્રતિપત્તિપૂજા નથી પરંતુ દેવાધિદેવોએ કર્મના ક્ષયથી જે ભાવિકભાવ મેળવ્યું અને તે વડે જે આત્મભાવ પ્રકટ કર્યો તે આત્મભાવ પ્રકટ કરે એ પ્રતિ, પત્તિ પૂજા છે.
પ્રતિપત્તિપૂજાને આ અર્થ જોયા પછી તમે એ વાત કબૂલ કરશે કે સામાયિક-પષધ આદિ પ્રતિપત્તિ પૂજા નથી? સામા યિકાદિ જે કાંઈ કરવાના છે તે ક્ષાયિક ભાવના ઉદેશથીજ કરવાના છે અને જ્યાં એ ઉદેશ છેડી દેવામાં આવે છે કે તરતજ સાધ્યને અનુસરતી પરિણતિ બગડી જાય છે. ક્ષાયિક ભાવને ઉદેશ છે તેજ પ્રતિપત્તિપૂજામાં પ્રતિ પતિત્વ રહેલું છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય
જે સામાયિક ચારિત્ર લે છે, તે આ સંસાર છોડે છે, પણ એ આ સંસાર શા માટે છેડે છે? તીર્થંકર મહારાજાઓની સેવા માટેજ! તે પછી એમ કેવી રીતે કહી શકાય કે સામાયિકમાં તીર્થકરની સેવાને ઉદેશ નથી? પ્રતિપત્તિપૂજામાં તે ભાવપૂજા આદિ સઘળું જ રહેલું છે, એમાં ભાવપૂજા અવશ્ય છે જ પરંતુ દેવાર્શનાદિ જે કહ્યા છે, તે કાર્યોમાં પણ ભાવપૂજા છે, અર્થાત ભાવની મુખ્યતાએ દ્રવ્યપૂજા જ છે. ભાવપૂજન કરવામાં આવતું હોય તે. સમયે તેમાં દ્રવ્યપૂજાને ઉદેશ નજ રહેવું જોઈએ. જે તેમાં દ્રવ્યપૂજાને ઉદેશ રાખે તે રાખનારે નિશ્ચય માની લે કે ઉન્માર્ગગામી છે. દ્રવ્યપૂજા કરવામાં આવતી હોય ત્યારે ભાવપૂજાને