________________
લોકોત્તર દષ્ટિએ ધર્મનું મૂલ્ય
[ ધર્મની આરાધના પુણ્યશાળી મહાનુભાવે કરે છે. પણ અંતરમાં તેની સાચી ઓળખાણ થયા વિના તે ધર્મની આરાધનામાં સ્થિરતા કે અંતરને પ્રેમ જાગતું નથી.
તેથી પૂ. આગમ દ્વારકશ્રીએ ધર્મના મૂલ્યની અદ્ભુત વિચારણા અને તે પણ લૌકિક દષ્ટિએ નહીં, પણ લેકેત્તર દષ્ટિએ બા વ્યાખ્યાનમાં રજૂ કરી છે
તે ખરેખર ધર્મપ્રેમી આરાધકે માટે ખૂબ જ ઉપયોગી છે. ગ્ય સમજણ સાથે ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા ભલામણ છે.
– સં.] ધર્મને સ્વતંત્રપણે ઉપગ કેણ કરી શકે ?
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં થકા એકની એક વસ્તુ અનેકવાર જણાવી ગયા છે. તેઓશ્રીએ ખાસ કરીને ભાર મૂકી મૂકીને એ ચીજ જણાવી છે કે આ સંસારમાં આત્માની માલિકીની જે કઈ પણ ચીજ હોય તે તે એક માત્ર ધર્મ છે. ધર્મ સિવાય બીજી એક પણ ચીજ આત્માની માલિકીની નથી. પરંતુ તે છતાં આત્માને એ પિતાની માલિકીની ચીજને પણ સ્વતંત્રપણે વ્યવહાર કરવાનો અધિકાર નથી. જગતમાં પણ તમે જોશો તે એ જ વ્યવહાર તમારી દષ્ટિએ પડશે. જગતમાં તમારી માલિકીની કઈ પણ ચીજ હોય પરંતુ તે ચીજના સદુપયેગાદિને તમે નહિ જાણતા હો તે એ ચીજને સ્વતંત્રપણે વ્યવહાર કરવાની સત્તા તમોને મળતી નથી. એ જ વસ્તુ અહીં પણ સમજવાની છે. ધર્મ એ તમારી માલિકીની ચીજ હવા