________________
આગમ જોતા એ વાત કર્મગ્રંથ પચસંગ્રહ આદિશામાં સ્થાને સ્થાને છે. પણ સમ્યક્ત્વાદિથી વિરૂદ્ધ મિથ્યાત્વાદિની માફક સમ્યફજ્ઞાનની વિરુદ્ધ મિથ્યાજ્ઞાન અથવા જ્ઞાનની વિરુદ્ધ અજ્ઞાન એમ વિપરીતજ્ઞાન કે અજ્ઞાન આત્માના વિકારરૂપ જ કહેવાય.
તે અત્રે એ જ વિચારવાનું રહે છે કે મિથ્યાત્વ અને અવિરતિને કર્મ બંધનના કારણે છે એમ સ્પષ્ટપણે કહ્યા છે. પણ સમ્યજ્ઞાનના પ્રતિપક્ષ અજ્ઞાનને કર્મબંધના કારણમાં કેમ નથી ગયું? અને ગમ્યું હોય તે જ્ઞાનથી વિરૂદ્ધ જે અજ્ઞાન એ કર્મબંધનું કારણ ગણાય કે સમ્યજ્ઞાનથી જે વિરુદ્ધ મિથ્યાજ્ઞાન તે કર્મબંધનું કારણ ગણાય?
આ બાબત સ્પષ્ટપણે સમજાવવી જોઈએ.
આ બાબતને ઉત્તર સમજાવીએ તે પહેલાં એટલું તે વાચકવર્ગે પ્રથમ સમજવાનું જરૂરી છે કે સાંપરાયિક મેહનીયના ઉદય સિવાય બંધાતાં જ નથી. અને મેહનીયને ઉદય દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એમ બે પ્રકારે હોય છે. એટલે દર્શનમેહનીયના ઉદયે થતું મિથ્યાત્વ અને ચારિત્રમેહનીયના ઉદયથી થતું અવિરતિ (કષાય સાથે) એ બે કર્મબંધના કારણ બને એ સ્વાભાવિક છે.
પણ જ્ઞાનાવરણીયના ઉદયથી થતું અજ્ઞાન પિતાની પ્રધાનતાપણે કર્મબંધનું કારણ ન બને એ એગ્ય જ છે. કારણ કે જે જ્ઞાનાવરણીયના ઉદયથી જે સર્વકર્મને બંધ માનવામાં આવે તે બારમા ગુણઠાણના ઉપાત્ય ભાગ સુધી જ્ઞાનાવરણીયના ઉદયથી થતું અજ્ઞાન હોય છે. અને તે અજ્ઞાનથી જે સંપાયને બંધ માનવામાં આવે તે પછી તે કર્મની અખંધપણાની દશા આવવાને વખત જ ન આવે, અને તેથી સાંપરયિકકર્મોને કાણને કે નાશને વખત જ ન આવે, માટે જ્ઞાનાવરણયના ઉદયથી થતી અજ્ઞાન દશા કર્મબંધનું કારણ છે એમ મનાય નહિ.