________________
વર્ષ પુર
૧૫૯ સમજો કે તમારા પુત્રમાં તમે પહેલાંથી જ ધર્મના સંસારનું બીજ આરોપણ કર્યું? એ પુત્રને જીવ ઉત્તમ પ્રકારને હેવાના કારણે રસાળ જમીનમાં વાવેલ બીજની માફક, એનામાં એ ધાર્મિકવૃત્તિ અનેક રીતે ખીલી ઉઠી. એને પ્રસંગ આવ્યે ધર્મનું સાચું મહત્વ સમજાયું અને સાથે સાથે આ સંસારની કુટુંબ કરવા કરતાં આત્મપોષણ કરવાને માર્ગ વધારે ઉપયોગી, વધારે હિતકારક અને વધારે સરળ લાગે; એનું મન આ સંસાર ઉપરથી ઉઠીને આત્મોદ્ધારના પંથે વળગ્યું ? એ દીક્ષા લેવા તૈયાર થયે? -
ભલા! તમે એ તમારા પુત્રની આભદ્વારની યાત્રામાં મદદ કરવા તૈયાર થશે? અરે મદદ કરવી તે દૂર રહી, ઉલટું તમે એવા જ બધા પ્રયત્ન કરશે કે જેથી સંસાર ઉપરથી ઉઠી ગયેલું મન પાછું સંસાર ઉપર ટે? ત્યારે કહે કે તમે સાચા ધાર્મિક ખરા કે?
મહાનુભાવો! જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપે કે એક વૈરાગીને સંસારી બનાવતી વખતે તમારી ધર્મવૃત્તિ અને તમારૂં સમકિત ક્યાં ગયાં? કહે કે હજી તમને સાચે ધર્મરંગ લાગ્યો નથી.
સાચે ધાર્મિક માણસ તે પિતાના સંતાનને કે બીજા ગમે તે માણસને વૈરાગ્યરસમાં લીન થતે જોઈને આનંદ જ પામે! પિતાના પુત્રને કેદખાનામાંથી મુક્ત થતે જોઈને કર્યો પિતા આનંદ ન પામે?
છે તાંબર જૈન આગમ અને છે.
દિગંબર આચાર્યો છે. વર્તમાનકાલના દિગમ્બર ભાઈઓ અને આજથી પહેલાં થોડા વખત ઉપર થયેલા દિગમ્મર ભાઈ એ તાંબર સમાજમાં અવિછિન્નપણે મનાતાં જેન આગમને જૈન આગમ તરીકે માનવાની