________________
આગમ જાત પશ રસ ગંધ રૂપ શબ્દ ઉપર મીટવાળે હતે. જેમ હાથી આદિના ભવમાં કેવલ સ્પર્શ ઉપર, માછલી વગેરેના ભાવમાં રસ ઉપર, જમરાદિના ભાવમાં ગંધ ઉપર, પતંગીયાદિના ભાવમાં રૂ૫ ઉપર, મૃગઆદિના ભવમાં શબ્દની મુખ્યતામાં મીટ માંડી. દેવ-મનુષ્યમાં પાંચે ઈન્દ્રિયેના પૌગલિક વિષયે તે સિવાય બીજું સાધ્ય જ નહતું. પૌગલિક પ્રેમની વ્યાપકતા
કઈ પણ ભવ ગતિ કે જાતિ પુદ્ગલના સાધ્ય સિવાયની નથી. દરેક ભવ-ગતિમાં તેનું સાધ્ય રાખ્યું. જીવ ઈચ્છા-અભિલાલાષાને આધીન રહ્યો છે. હંમેશાં આહારાદિની સુંદર સ્પર્શની સારા શબ્દ રૂપ ગંધ ને તેવા પદાર્થોની અભિલાષા સતત રહી છે. “હું” પ્રતીતિ છતાં આત્માને ખ્યાલ જ નથી
આવી રીતે આખા ભવચક્રમાં પિતે માત્ર પુદ્ગલ અને તેના સાધને ઉપર જીવન ગાળ્યા છે. કેઈપણ વખત આત્મા જે હંમેશને નજર આગળ હતું, કેઈ પણ વખત આત્મા નજરથી દૂર થયેલ નહોતે. કારણ દરેક વખતે હું કઈ ગતિમાં કઈ જાતિમાં હું એવું નથી ? તે દરેક ગતિ-જાતિની અવસ્થામાં હું એ તે નજર આગળ જ હતું. પણ હું કે તે કઈ દહાડે વિચાર જ આવ્યું નથી. વાસનાના વહેણમાં “હું” ભુલાઈ ગયું
સ્પર્શ કેમ મળે? રસ કેમ મળે? ગંધ કેમ મળે? રૂપ કેમ મળે? શબ્દ કેમ મળે? તેમજ તેના પદાર્થો કેમ મળે? તે બધા વિચાર કર્યા. પરંતુ પિતાની નજર આગળ રહેલે હંમેશાને આત્મા! તેને અંગે તપાસ્યું જ નહિ. હું એ નજર આગળ હંમેશાં છે. એક ક્ષણ પણ એ નથી કે હું ન હોય. હું જાઉં! બેસું! બેલી કરૂં! તે બધામાં હું છે, પરંતુ હું જે એને કર્તા તેને વિચાર જ કર્યો નહિ.