SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૧, પુન ૭૯ તે ભગવાન રાષભદેવજીનું કેવલજ્ઞાન અને ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન અવસર્પિણી કાલના એક કેડીકેડ સાગરોપમના આંતરાવાળું હવાથી ઘણાજ ફરકવાળું થાત અને તેથી કેવલજ્ઞાનના પણ અવધિ આદિ જ્ઞાનની માફક અંસખ્યાતા ભેદે માનવા પડત, પણ તે કેવલજ્ઞાન એકજ પ્રકારનું છે એમ કહી શકાત નહિ. પણ કેવલજ્ઞાન એક પ્રકારનું જ હેવાથી તેની ઉપર અવસર્પિણ કે ઉત્સર્પિણી કાલની અસર નથી એમ ચોકખું માનવું પડે. કેવલમાં ભવિષ્યના જ્ઞાનનું અધિક-ન્યૂનપણું કેમ નહિ? એમ નહિ કહેવું કે ભગવાન ઋષભદેવજી વિગેરે જેઓ અવસર્પિણીની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા તેઓને ભવિષ્યનું જેટલું જ્ઞાન થયું તેટલું ભવિષ્યકાલનું જ્ઞાન ભગવાન મહાવીર મહારાજના કેવલજ્ઞાનથી બને નહિ માટે ભગવાન ઋષભદેવજીના કેવલજ્ઞાન કરતાં ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન જૂન માનવું જ જોઈએ, પણ જે કેવલજ્ઞાનથી એકલા ભવિષ્ય કાલના જ પદાર્થો જાણવામાં આવતા હતા તે ભગવાન ઋષભદેવજી મહારાજના કેવલજ્ઞાન કરતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું કેવલજ્ઞાન ન્યૂન માનવું પડત, પરંતુ કેવલજ્ઞાનથી સકળ ભૂત અને ભવિષ્યના પદાર્થોને સાક્ષાત્કાર થતા હેવાથી જેટલી ભવિષ્યકાળના પદાર્થોને જાણવાની ન્યૂનતા તેટલી ભૂતકાલના પદાર્થોને જાણવાની અધિકતા અને તેથી બંને કેવલજ્ઞાન એક સરખાંજ રહે. ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ઉપર પણ કાલને પ્રભાવ નથી આ કેવળજ્ઞાનની એક સરખી સ્થિતિની માફક ક્ષાપશમિક જ્ઞાને તથા ક્ષાયિક, લાપશમિક અને ઔપશમિક એ ત્રણે પ્રકારના સભ્યો તેમજ ક્ષાયિક, લાપશમિક અને ઔપથમિક ચારિત્ર ઉપર પણ અવસર્પિણી કાલને પ્રભાવ પડતું નથી અર્થાત તે ક્ષાયિકઆદિ જે આત્માના ગુણે છે તે અવસર્પિણીના ઝપાટામાં આવતા નથી.
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy