________________
૫૮
આગમચાવ . આ વાતને વધારે નહિ વિસ્તારતાં ટુંકમાં એટલું જ જણાવવાનું કે ઇંદ્ધિ વિગેરેએ ભગવાન જિનેશ્વરને જિનેશ્વર તરીકે ગર્ભથી માની સ્તવ્યા અને જન્મની વખતે જન્માભિષેક કરી, વસ્ત્રાભૂષણે પહેરાવી આરતિ કરી, અને તે જ વખતે ઈદ્ર મહારાજે જિનેશ્વર ભગવાન તરીકે સ્તુતિ પણ કરી છે, છદસ્થ અવસ્થામાં પણ તીર્થકરપણું
દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાનકલ્યાણક પણ તીર્થકરપણનેજ ઉદ્દેશીને ધર્માનુરાગી દેવતાઓએ કરેલાં છે, જો કે કુટુંબીઓ તેઓને કુટુંબી તરીકે માને. પ્રજાજન તેને રાજા તરીકે માને, દાન લેનારાઓ દાતાર તરીકે માને પણ શાસનની સારદષ્ટિ રાખ. નારાઓ તે તેમના તીર્થંકરપણાને જ માને. તીર્થંકરપણાના મહિમાને અંગેજ ગર્ભથી તીર્થકરપણું કહેવામાં આવે છે. કેવલી થયા પછી જિનનામકર્મના ઉદયને તત્વ
પણ જે માટે તીર્થકર નામકર્મ બાંધ્યું છે અથવા જે ભાવનાથી બંધાયું છે, તેની સિદ્ધિને માટે વખત એટલે સાધ્યસિદ્ધિકાળ કે ફળકાળ લઈએ તે અપેક્ષાએ તે જિનનામકર્મને ઉદય કેવલિપણમાં છે એમ કહેવામાં અડચણ નથી, પણ તેથી અન્ય અવસ્થામાં તીર્થકરપણાને મહિમા ગર્ભકલ્યાણક આદિથી જે સિદ્ધ થાય છે તે ઉડી જતો નથી, ચાલુ અધિકારમાં ઈંદ્ર મહારાજા જન્માભિષેકની ભક્તિથી તરવાના કાર્યમાં શંકા પામ્યા, તે શંકાના નિવારણને માટે મેરુ પર્વત ચલાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું, તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પરહિતમાં રતપણાની સ્થિતિ સૂચવે છે. ખાસ મહત્વની વાત . વળી અહીં એક ખાસ વિચારણીય વાત એ છે કે દ્રવ્યનંદીના પ્રસંગમાં દ્રવ્યનિક્ષેપાનું સવિસ્તર સ્વરૂપ જણાવતાં દ્રવ્યનિક્ષેપાના જ્ઞશરીર, ભવ્ય શરીરથી, વ્યતિરિક્ત ને આગમ દ્રવ્ય નિક્ષેપાના સ્વરૂપને પ્રસંગે ત્રિલેકનાથ તીર્થકરાની ખાત્રાદિકથી કરવામાં આવતી પૂજા તે વ્યતિરિક્ત દ્રવ્યપૂજા કહેવાય એમ જણાવી ગયા.
.
.