________________
આગામીત બધાયું હોય તેવા તીર્થકર નામકર્મને પણ અંતમુહૂત ગયા પછી જરૂર કથંચિત્ ઉદય થાય એમ શાસ્ત્રકારે સ્પષ્ટ અક્ષરમાં કહે છે. તે પછી તે પાછલા ત્રીજા ભવમાં તે જિન નામકર્મ નિકાચિત કરીને તીર્થકરના ભાવમાં આવેલા જિનેશ્વરને જિનનામકમને પ્રદેશદય ચાલુ હેઈ ભગવાન તરીકે ગર્ભાવસ્થાથી ગણાય તેમાં કઈ પણ જાતનું આશ્ચર્ય નથી. અવધિજ્ઞાનની અત્યંતર તીર્થકરેહેવાથી કેવળજ્ઞાન પહેલાં પણ તીર્થકરપણું . ધ્યાન રાખવું કે શાસ્ત્રકાર સ્થાને સ્થાન પર તીર્થકર મહારાજને અવધિજ્ઞાન વગરના ન હોય એમ જે જણાવે છે, તે છવસ્થા વસ્થામાં પણ તીર્થંકરપણું માનવાથી જ બને, કેમકે કેવળજ્ઞાન પામ્યા પછી મુખ્યતાએ તે મતિ આદિ ચાર જ્ઞાનેમાંથી એક પણ જ્ઞાન રહેતું નથી, તેથી જ સૂવકારે સ્પષ્ટ અક્ષરમાં દુનિક જાતિસ્થા અર્થાત્ કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની સાથે છાવસ્થિક એવા મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન નષ્ટ થએલાં હોય છે, અર્થાત્ કેવલીપણની વખતે જ સર્વથા તીર્થંકરપણું હોય છે એમ માનીએ તે તીર્થકરે અવધિની અત્યંતરજ હેાય છે એવું જણાવનાર શાસ્ત્રવાક્યોને સ્પષ્ટ વિરેજ થાય. ગર્ભથી તીર્થંકરપણું માને તેજ જિનેશ્વરના પાંચકલ્યાણકે
વળી શ્રી તીર્થકર ભગવાનના ગર્ભ, જન્મ અને દીક્ષા થાવત્ કેવળજ્ઞાનના બનાવેને જિનેશ્વર ભગવાનના કલ્યાણક તરીકે પણ માની શકાય નહિ, કેમકે દેશનાની વખતે જ એકાંતે તીર્થકર નામકર્મને ઉદય હોય એવું માનવા દેવદ્રવ્યને દફડાવવાની દાનતવાળાઓ જે પ્રેરે છે તે ગર્ભ, જન્મ દીક્ષા અને કેવલની ઉત્પત્તિ વખતે નથી, એટલે તેઓના મતે તે જે તીર્થંકરપણામાં કોઈ પણ કલ્યાણક બનતું હોય તે તે કઈક પ્રકારે મોક્ષકલ્યાણક જ થઈ શકે, પણ ગર્ભાજિક કલ્યાણકે તે તીર્થંકરના ગણાય જ નહિ, તે