________________
વર્ષ ૪-૫, ૧ દષ્ટિ ધારણ કરાવનાર એવા નાસ્તિક દર્શનને ન માનીએ તે પછી પરમેશ્વરની મહત્તા આધિભૌતિક પદાર્થોના સર્જન, વિસર્જન કે દાન દ્વારા ન માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવ તરીકે જ માનવી ઉચિત છે. પરમેશ્વરના સ્વરૂપ આડે લીલાના પડદા કેમ?
આ જ કારણથી બીજા મતવાળાઓને પિતાના પરમેશ્વરનું આધિભૌતિક સ્વરૂપ આચ્છાદિત કરવા માટે લીલા નામને પડદે બાંધ પડે છે.
કેમકે જૈન ધર્મમાં મનાયેલા પરમેશ્વરે સિવાય અન્ય મતમાં મનાયેલા સર્વ પરમેશ્વરને તે તે મતવાળાઓએ કેઈપણ પ્રકારે સંયમ, તપ, પરીષહ સહન, ઉપસર્ગ પરાજય, ધર્મશુકલ ધ્યાન કે વીતરાગતા વાળ માન્યા નથી. પણ દરેક અન્ય મત વાળાએ પોતાના પરમેશ્વરને દુન્યવી નવાઈમાં મહવાર પણ કરી મોટાઈન પદે ચઢાવેલા છે. ઈશ્વરમાં અવતાર કે અવતારમાં ઇશ્વર,
વળી જૈનધર્મ સિવાયના સર્વ આસ્તિક દર્શનકારોએ શુદ્ધ સ્વભાવવાળા ઈશ્વરમાંથી અવતારની કલ્પના કરી, અનુકરણ કરનારા કે તેનું ધ્યાન કરનારાને નિર્મળતામાંથી મલિનતાનું દર્શન કરાવ્યું છે.
પણ જૈનધર્મ અવતાર અને ઈશ્વર બન્નેને માનવાવાળે છતાં ઈશ્વરમાંથી અવતારના તત્વને થતું ન માનતાં અવતારમાંથી ઇશ્વરનું તત્વ ઉત્પન્ન થતું માને છે. અને તેથી જે જે આત્માએ સંસારમાં મલિનતાના ખાડામાં ખદબદી રહ્યા છે, તે તે મલિન આત્માઓને સર્વથા નિર્મળ થઈ, શુદ્ધ સ્વરૂપમય આત્મસ્વભાવવાળા થવાને આદર્શ પુરૂષ તરીકે દર્શન, ભજન અને ધ્યાન કરવા લાયક ઈશ્વરી સ્વરૂપ સજચેલું માને છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જેનદર્શનમાં ઈશ્વરને અંગે અસાધારણતા અને અનુપમતા વરાએલી અને મનાએલી છે, તેવી જ રીતે ગુરૂ અને ધર્મ તત્વને અંગે પણ અનુપમતા અને ઉતમત્તા વરાએલી તથા મનાયેલી છે.