________________
આગમત પરમેશ્વરની સર્વહિતકારિતા-વીતરાગતા
આવી રીતે કેઈ પણ વ્યક્તિ, કુલ કે જાતિની નિશ્રા કર્યા સિવાય શુદ્ધ લક્ષણવાળા આત્માને જેને પરમેશ્વર માને છે, અને તેથી જ તેઓ જણાવે છે કે –
“લશો પિતor-રોવોચપુનિત यथास्थितार्थवादी व देवोऽर्हन् परमेश्वरः॥"
જેવી રીતે દેવનું લક્ષણ જણાવ્યું, તેવી જ રીતે ઉપદેશમાં શ્રેતાની પણ સાંસર્ગિક છાયા ન પડે અને હેય જ નહિં તેને માટે જણાવ્યું કે जहा पुण्णस्त कत्था तहा तुच्छस्स कथइ, जहा तुच्छस्स कथइ तहा gora થરા અર્થાત્ એક ચક્રવતીની આગળ જેવું રીતે ધર્મનું વરૂપ કહેવું, તેવી જ રીતે કે ઈ દરિદ્રનારાયણ હેય તેને પણ ધર્મનું સ્વરૂપ કહેવું, અને જેવી રીતે દરિદ્રનારાયણ વ્યક્તિને ધર્મનું સ્વરૂપ કહેવું તેવી જ રીતે શ્રેતા ભલે ચક્રવતી હોય તે પણ ધર્મનું સ્વરૂપ તેવું જ બતાવવું.
આવી રીતે માત્ર આત્માના કલ્યાણને માટે જ કટિબદ્ધ થયેલા અને જગતના સર્વજીને માયાજાળની મુંઝવણમાંથી છોડાવીને આત્મકલ્યાણ તરફ જ કટિબદ્ધ કરનારા એવા મહાપુરુષને જ દેવ માનવામાં આવેલા છે. આધિભૌતિકથી ઈશ્વરનું ઐશ્વર્ય કેમ નહિ?
તત્વદષ્ટિથી વિચાર કરીએ તે દરેક આસ્તિક મતવાળાઓ પિતાપિતાના ધર્મશાસ્ત્રોમાં પૌગલિક, બાહ્ય આધિભૌતિક પદાર્થોને કેવળ ઉપાધિરૂપ અને સંસાર રૂપ માને અને મનાવે છે, તે પછી તે જ આધિભૌતિક પદાર્થોના સર્જન અને દાનને અંગે પરમેશ્વરની મહત્તા માનવામાં પૂર્વાપર પદાર્થ અને મંતવ્યને વિરોધ, તે મતના મનાતા મહર્ષિએ પણ ધ્યાનમાં ન લે, એ જૈનધર્મવાળાને તે મહદુ આશ્ચર્ય લાગે છે.
જૈનધર્મવાળા તે માને છે કે જ્યારે પરમેશ્વરને આત્મ કલ્યાણને માટે જ માનીએ અને જગતના આધિભૌતિક પદાર્થોમાં પણ તત્ત્વ