________________
છે છૂટક માર્મિક પ્રશ્નોત્તર છે
" [૫૦ વ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રીએ અખંડ શ્રુત ભક્તિબળે આગમિક સૂક્ષમ પદાર્થોનું પણ ખૂબ સરસ ચિતન કરી
ગ્ય ઉકેલ શોધી કાઢી બાળ-મધ્યમ જેની શ્રદ્ધા-ભક્તિને પરિપુષ્ટ કરી છે.
તેના કેટલાક પ્રશ્નોત્તરના પ્રાયઃ પૂ. આગમ દ્વારકશ્રીના જ, હાથના લખેલ કેટલાક જુના કાગળો પૂ૦ ધર્મસ્નેહી ગણિવર્યશ્રી કંચનસાગરજી મ. પાસેથી મળ્યા, તે સંસ્કૃત પ્રશ્નોને ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે. ] - ૧, શંકા-પૌષધવાળા રથમાં શી રીતે બેસે ?
સમાધાન–આ પૌષધ જે હાલ લેવાય છે તે વિરતિરૂપ નહીં પણ દેવની આરાધનાના અભિગ્રહરૂપે ત્રણ ઉપવાસરૂપ (આહાર પૌષધ) જાણવે, તેને તે રથમાં બેસવા સાથે કંઈ વિરાધ નથી.
કદાચ એમ શંકા થાય કે ત્રણ ઉપવાસ પૂરા થયા પછી રથમાં બેસીને દેવની સન્મુખ જાય છે તે તે વખતે પૌષધ કેમ કહેવાય? તે એને ખુલાસે એમ હોઈ શકે કે-જે ઉદ્દેશથી અક્રમ કર્યો છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અક્રમ ચાલુ કહેવાય એટલે પારણું ન કર્યું હોય ત્યાં સુધી આહાર પૌષધ કહી શકાય.
છે કે શ્રી ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં તે એમ કહ્યું છે કેપૌષધ પછી રાજાએ રથમાં બેસીને બીજા વરૂણદેવની માફક સમુદ્રમાં પ્રવેશ કર્યો.”
એટલે આવી શંકાને અવકાશ જ નથી રહેતું. - ૨, શંકા-વૈતાદ્ય પર્વતની તમિસા અને ખંડ પ્રપાતા ગુફામાં જે બે નદીઓ વિચિત્ર સ્વભાવની છે કે જેમાં ઘાસ પણ ડૂબી