________________
આગમત મગધ દેશની વચ્ચે આવેલી છે તેના જલના સ્પર્શ માત્રથી કમને નાશ થયેલે માને છે. તે માત્ર પુણ્ય કર્મ કે જે સુખનું કારણ છે, તેને જ નાશ માને છે. જે વૈશેષિકની દષ્ટિએ પુણ્યને પણ નાશ કરે ઈષ્ટ જ હોય તે પછી જેમ ગંગાસ્નાનાદિ પુણ્યના કારણે માનીને તેના વિધાને સ્થાને સ્થાને કર્યા છે તેવી રીતે કર્મનાશા નદીના જલમાં પણ સ્નાન કરવાના વિધાને સ્થાને સ્થાને કરવાની જરૂર હતી, છતાં તે કર્મનાશાના જલન પશને ઈષ્ટ સાધન તરીકે ગણાવવું તે દુર રહ્યું પણ અનિષ્ટ સાધન તરીકે તે કર્મનાશાના જલના
સ્પર્શને ગણાવ્યું છે. કર્મનાશા જલના સ્પર્શના નિષેધમાં સામુદાયિક મોહ જ
સૂમ દષ્ટિથી વિચાર કરનારા છે તે આ કમનશા નદીના જલના સ્પર્શને કરેલે નિષેધમાત્ર સામુદાયિક મોહને અંગે છે. એમ સ્પષ્ટપણે સમજી શકે તેમ છે. અને તેથી એ ઈશ્વરીય વિધાન નથી, પરંતુ કેવળ ઉપર જણાવ્યું તે પ્રમાણે સામુદાયિક મેહવાળાનું જ વિધાન છે. કારણ કે આ વાત તે સારી રીતે વાણીતી છે કે જૈન લોકેનું કેન્દ્ર સ્થાન પરાપૂર્વથી અંગ, બંગ, મગધ અને કલિંગમાં હતું અને તે અંગ આદિ દેશમાં રહેતા લાખો બ્રાહ્મણે જૈનધર્મ માનવા લાગ્યા હતા, એટલું જ નહિં પણ જૈન ધર્મમાં દેવ, ગુરૂ અને ધર્મની પરમ મને હરતા દેખીને હજારે બ્રાહણેની સંખ્યા જૈન ધર્મમાં દીક્ષિત થવા લાગી હતી. પરમેશ્વરની આધ્યાત્મિક મહત્તા
કારણ કે જગતમાં એક જૈનધર્મ જ એવી ચીજ છે કે જેમાં પરમેશ્વરની માન્યતા ભૌતિક પદાર્થો દેવાના મહિમાને અમે માનવામાં આવી નથી, તેમજ શત્રુના સંહાર કે મિત્ર યા ભક્તના પિષણને અંગે પણ પરમેશ્વરની મહત્તા માનવામાં આવી નથી. જેનધર્મમાં પરમેશ્વરની જે મહત્તા માનવામાં આવી છે, તે કેવળ આત્માના સ્વરૂપને સાચી રીતિએ જણાવી આત્માના અસાધારણ