________________
આગમત
તજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ અનુજ્ઞા તથા અનુગ કરાય છે. એટલા કથન માત્રથી ઉદ્દેશાદિ થઈ જાય નહિ. વિધિથી કરાય તે બધું થાય,
ભણનારે ( શિષ્ય) ભણવાની ઈચ્છા વ્યકત કરવી ગુરૂએ ભણવાની આજ્ઞા આપવી (ભણાવવાની વાત તે પછી છે, તેમાં પણ વિધિ જોઈએ, દુનિયામાં પણ પાણી માંગવામાં પણ વિધિ છે ને! “ભાઈ! જરા પાણી પાશે ?” એમ કહેવામાં તથા કેમ! પાણી પાય છે કે નહિ?” આ બે પ્રકારના કથનમાં ફરક નથી? અહી પણ વિધિને અવકાશ છે. ભેજનમાં, જંગલ જવામાં દુન્યવી તમામ વ્યવહારમાં વિધિને સ્થાન છે, દેવ. ગુરૂ ધર્મને અંગે કહેવામાં આવતી વિધિ લૌકિક દ્રષ્ટિએ નવું નવાઈ ભલે લાગે, પણ દુન્યવી વ્યવહારમાં વિધિ કયાં નથી? ભોજનમાં પણ કઈ એકલી દાળ પીએ છે? કઈ એકલે રેલે ખાય છે? કઈ એકલે ભાત ખાય છે? ના. તમે કહેશો કે એ તે “રતા રીત કહે કે “વિધિ અર્થ (ભાવ) એકજ છે, દુન્યવી વ્યવહાર જેને રાત કહેવામાં આવે છે, તેને અહીં વિધિ કહેવામાં આવે છે જમનારના ભાણામાં પાંચેય વસ્તુ પીરસી, જમવા બેસનાર પ્રથમ એકલી દાળ પી જાય તે મૂર્ખ ગણાય ને! લાકિક રીતિથી વિપરીત વર્તનાર જે લેકમાં મૂર્ખ ગણાય તે અહિં પણ કાતર દ્રષ્ટિએ વિધિથી વિપરીત વર્તનાર બેવકૂફ કેમ નહિ?
ભર્યા ભાણેથી ભૂખ્યો ઉઠે તે બેવકૂફ ખરે કે નહિ ? તેમ અહિં પણ શાસ્ત્રમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞાની વિધિ કહી તેને ન માને, તે મુજબ ન ચાલે છે તે પણ ભર્યા ભાણે ભૂ જ ઉઠે છે કે કોઈ બીજું? વિધિ વિના ભેજન કરનારની શી દશા થાય છે? ચેખા દાળ સાથે ખાય તે પચે પણ એકલી દાળજ પીએ તે ચાલેને (ઝાડા જ થાય ને !) કેડે તે એજ છે ને! તે રીતે ભજન કરનારે હેરાન ન થાય તે બીજું થાય શું?
અહિં પણ શાવિહિત વિધિ ન કરે તે હેરાન જ થાય.