________________
આગમત શાસનમાન્ય ગુણીજનેની ગણત્રીમાં પંચ પરમેષ્ઠી ભગવતેની ગણના પ્રથમતયા સ્વીકારેલી છે, કર્મના કુટિલ ઝેરને ઉતારનાર ગારૂડી સમાન દેવ-ગુરૂ-ધર્મ સંબંધના વિચાર-વર્તન એ જાંગુલી મંત્ર સમાન છે, શાસનમાન્ય ગુણીજનેના સહવાસમાં રહેવાથી, સમાગમમાં આવવાથી અને તેઓની હિત શિક્ષા–સલાહ સૂચના-પ્રેરણાસારણું–વારણાદિ ઉપદેશ શ્રવણ કરવાથી અને વર્તવાથી કર્મના કાતીલ ઝેર વિદાય પામશે, અને તેથી તે ગુણીજનેને સહવાસ સમાગમ બળે રહે, તે શુભ સંયેગને વિયાગ થયે શુભ-સંગની ઝંખના કર્યા કરે તે અમેદ ભાવનાના પ્રતીક છે. કારૂણ્ય ભાવના ,
અખિલ વિશ્વના છને કર્મની કારમી વેદનામાંથી મુક્ત કરાવવા માટે હું સર્વ સાધન સામગ્રી શક્તિવાળ થાઉં. વિશ્વના સર્વ જીવોને શાસનરસિક એટલે સંયમમાર્ગના રસિક બનાવું તે તે બધા જ પ્રાપ્ત કરવા લાયક માર્ગે ચઢી જાય, આવી ભાવદયા થવી તે કાર્ય ભાવનાનું રહસ્ય છે.
નિર્ધન હોય કે ધનવાન હોય પરંતુ ધર્મની આરાધના વગ રન છે તે ભાવિમાં દુઃખી થશે, માટે ધર્મ–ઔષધ આપીને સુખી કરવાની ભાવના તે કારૂણ્ય ભાવનાને પ્રકાર છે.
અંધા-તુલા, લંગડા-બહેરાં, રોગી-નિર્ધનેને દેખીને જે કરૂણાભાવ દયાભાવ ઉત્પન્ન થાય છે. તેનું નામ દ્રવ્ય દયા છે, પરંતુ ગમે તે અવસ્થામાં જીવ હોય (નિગી-ધનવાન બુદ્ધિશાળી સત્તા ધીશ વિગેરેને પણ કઈ અવસ્થામાં જીવ હેય) પરંતુ સર્વજ્ઞકથિત ધર્મની આરાધનાથી વિમુખ જે છ હોય તે ભાવિમાં વધુને વધુ દુઃખી થશે માટે તે દુઃખ દૂર કરવાને માનસિક વિચારેના આંદોલને ઉભરાય તેનું નામ ભાવ દયા છે.