SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ માણમજ્યોત કઈ પણ પાપ ન કરે” આ ભાવનાના મૂળમાં કર્મ રૂપ વીંછીની સપડામણમાં ભાવિમાં કોઈ ન આવો, કારણ કે પાપ કર્યું એટલે અશુભ કર્મને બંધ તેને ભાવમાં ખૂબ રડાવશે, તેથી મૈત્રી ભાવના રૂપ મહેલનું આ પ્રથમ પગથીયું છે. • એટલું જ નહિ પણ ભૂતકાળમાં પાપ કરીને આવેલ પાપીએ પાપના ઉદયમ મુંઝાતા હોય તે તે દુઃખી ન થાઓ એ મૈત્રી ભાવનાનું બીજું પગથીયું છે. અને આખું જગત પાપથી મુકત થાઓ એ અંતિમ પાન છે. દુશ્મનના માથે ભાવિમાં દુઃખ આવી પડવાનું હોય તે અવસરે હર્ષ–આનંદ-શાંતિ થાય તે તે સમજવું કે સમ્યક્ત્વને અભાવ છે, વીંછી પિતાને કરડે કે બીજાને કરડે પણ વીંછીને ડંખ બધાને એક સરખો દુખી કરે છે, તેવી રીતે કર્મ વીંછીના ડંખના દુઃખને સમજનારની સમજ એ સમ્યકત્વને અવસર છે. વાઢકાપ વખતનું ફરેફર્મ વાઢકાપની સમજ ન પડવા દે, પણ કલેરેફર્મ ઉતરી જાય એટલે ગભરાઈ ઉઠે કે હાય! આટલું બધું લેહી ચાલ્યું ગયું. માંસ પણ ગયું, આટલો ખાડો પડે, અને અસહા વેદના છે, તેવી રીતે કર્મની સઘળી હિલચાલમાં છવ સમ્યકત્વધારી હંમેશા સજાગ રહે છે. આનું નામ મૈત્રીભાવના છે. વિશ્વવાસી સવિજીના ઉદ્ધારમાં આ ભાવનાને પરમાર્થ સમાયેલ છે. પ્રદ ભાવના, વિશ્વપ્રેમમાં અને વિશ્વ ઉદ્ધારમાં ફેર છે? જવાબમાં કહેવું પડશે કે વિશ્વપ્રેમ એ સજજડ બંધન છે, કારણ કે વિશ્વપ્રેમ રાખનારાને કર્મ બંધને તેડવા-તેડાવવાની ખબર નથી. પરંતુ કર્મ સંકટના કારમા પંજામાં સપડાઈ ગયેલા છે કેમ છૂટે? તે સંબંધને ઉપદેશ સલાહ, સૂચના, પ્રેરણા, સારણા-વારણાદિ પ્રસંગે દ્વારા ઉદ્ધાર કરવો તેનું નામ વિદ્ધાર છે.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy