________________
વર્ષ ૪-૫, ૩ ધર્મ કયો છે? તે સમજવામાં ભિન્નતા છે. આખું જગત્ સ્વરૂપ ધર્મ માટે પરસ્પર ભિન્નતાવાળું છે, કૃતિનું કથન અને સ્મૃતિનું કથન એક સરખું નથી. પુરાણમાં કથન કરેલ ધર્મથી પણ વિભિન્નતા છે.
જૈન દર્શનમાં ધર્મનું સ્વરૂપ કથન એકજ છે, અને તે આ પ્રમાણે છે–
સર્વજ્ઞકથિત વચન અનુસારે મેથ્યાદિ ભાવનાવાળે ધર્મ તે સ્વરૂપ ધર્મ છે.”
કેરી આપે તે આંબે છે, અને પૈસા આપે તે બજાર છે, પણ કેરી કહેવાય કેને? પૈસે કહેવાય કોને આ બે પ્રશમાં કેરી પૈસાનું સ્વરૂપ પૂછાય છે. તેવી રીતે દુર્ગતિથી બચાવે અને સુગતિ આપે તે ધર્મ છે, પણ ધર્મ કહેવાય કોને? એ પ્રશ્નથી સ્વરૂપ પૂછાય અને ધર્મનું સ્વરૂપકથન ઉપર પ્રમાણે દરેક જૈન શારામાં એક જ છે.
ધર્મના સ્વરૂપમાં મેથ્યાદિ ભાવના સંયુકત અનુષ્ઠાનને ધર્મ કહેવાય છે. એટલે મૈત્રી વિગેરે ચાર ભાવનાના સ્વરૂપને સમજવું જોઈએ.
જ્યારે વીંછી કરડે છે, અને કરડ્યા પછી ચડે છે ત્યારે વેદનાથી વ્યાકુળ બનેલે તુરત બેલે છે કે માથાના કાપનારને આ વેદના ન થશે, આનું નામ મંત્રી છે. કમરૂપી વીંછી આત્માના પ્રદેશ પ્રદેશ પર કરડ્યા કરે છે, અને મિથ્યાત્વના કલરફેમના ઘેનમાં કર્મરૂપી વીંછીના ડંખ જણાતા નથી. વીંછી ડંખ ચેતનાને જાગૃત રાખે છે. ઉંઘણશીની ઉંઘને વિદાય કરે છે. નિયમિત ઉંઘ લેનારના નિયમને ભંગ કરે છે. તેવી રીતે કર્મરૂપ વીંછીના ડંખને પણ પ્રભુ વાણી અનાદિકાળની મિથ્યાત્વની ઘોર નિદ્રાને ભગાડી દે છે, અને ચેતનાને જાગૃત રાખે છે.