________________
ભાના
મંત્રી થા-પતા
૧૮૮
આગમત વળી તત્વ પ્રત્યેની શ્રદ્ધા–પ્રતીતિ-રૂચિને ટકાવ કરવા કરવા માટે મૈત્રી-પ્રમોદ-કારૂણ્ય અને માધ્યચ્ચ એમ ચાર ભાનાઓ છે.
આથી શાસન માન્ય વિચારને અને વિચાર ધર્મને ટકાવનારી ઉપરની મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે.
શાસન માન્ય પવિત્ર વર્તન ટકાવે-વધારે-શુદ્ધ રાખે, અને પવિત્ર વર્તન પર આક્રમણ કરનારા ઉપસર્ગાદિ પ્રસંગોમાં પણ વિનોને દૂર કરવાનું સામર્થ્ય સમર્પણ કરે તેવી ભાવનાઓ અનિત્યાદિ બાર છે, અને આ બારે ભાવનાઓ એ વર્તનધર્મની પિષક છે, એટલે વૈરાગ્ય ભાવની પિષક-વર્ધક ભાવનાઓ છે.
સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળાએ, સમ્યક્ત્વ નિર્મળ રાખ વાની ઈચ્છાવાળાએ, વધારવાવાળાએ, ઓતપ્રેત બનવાની ઈચ્છાવાળાએ, શાપથમિક ભાવની પરાકાષ્ઠાએ પહેચવાવાળાએ, અને છેવટે ભાવિકભાવની પ્રાપ્તિ સુધી સમ્યકત્વની ચાર ભાવ માથી હરદમ ભાવિત રહેવું જોઈએ, એટલું જ નહિ પણ આ ચાર ભાવનાથી એટલે મૈત્રી, પ્રમાદ, કાર્ય માધ્યસ્થ ભાવનાથી વિરામ પામવાવાળે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને મિથ્યાત્વી બને છે.
મૈત્રી આદિ ચાર ભવ્ય વાડના સંરક્ષણથી સમ્યક્ત્વ ચરકુમ સચવાય છે, અન્યથા નહિ.
વિચારધર્મ અને વિચારક ધમીને તપાસવામાં ચાર ભાવના પ્રથમ તકે તપાસવી જ જોઈએ.
ચાર ભાવનાથી ભાવિત થનારની ક્રિયા-અનુષ્ઠાનાદિને ધર્મ કહેવામાં અગર તે ક્રિયા કરનાર પણ ચાર ભાવનાથી ભાવિત થયેલ હોય તેજ ધમી કહી શકાય છે.
ચાર ભાવનાથી વિરામ પામેલાઓમાં સર્વજ્ઞકથિત ધર્મને લવલેશ જ નથી.