________________
તે તે જે રીતે પુંછ
"
વર્ષ ૪-૫, ૩
૧૮૭ વેદનાને સાક્ષાત્કાર આપણને થતું નથી. દાંત આવ્યા પહેલાં જન્મની વેદના લાગવીને આવ્યા અને જન્મ પહેલાં ગર્ભની વેદના દરેકે દરેક જીવે ભોગવી છે, છતાં એ વેદનાને ખ્યાલ અત્યારે કેઈને પણ નથી. ગર્ભનું દુઃખ ઘણી વખત સાંભળી ગયા છતાં જન્મને ડર છવને એક દહાડે પણ નથી. દરેકને પૂછીએ તે મરણને ડર બધા જ બતાવશે, પણ જન્મને ડર કઈ પણ કહેશે જ નહીં.
મરણના ભયવાળા બાહ્યદષ્ટિવાળા જીવે છે, અને તત્વદષ્ટિવાળાને તે જન્મને ભય હોય છે. જન્મને પુંછડે મરણ વળગ્યું છે, પણ મરણને પુછડે જન્મ વળગે છે. એમ ન કહેવાય; કારણ કે તીર્થંકર-કેવળીઓ મોક્ષે જાય એટલે મરણ પામ્યા પછી તેઓને જન્મવાનું હોતું નથી. આથી મરણ પછી જન્મ થતું નથી અને જન્મ થાય છે એમ બે વિકલ્પ છે, તેવી રીતે જન્મ પછી મરણ નિયત છે, એ એકજ વિકલ્પ છે. મરણના ભયવાળાને મોતના પંજામાંથી બચવું હોય તે, મરણના ભયને બદલે સદ્દગુરૂના સમાગમમાં જન્મને ભય શરૂ કરે, અને હવે વારંવાર જન્મવાનું કયારે બંધ થાય? આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે તે જરૂર જન્મ-મરણને સર્વથા ભય ટળે છે. , ધર્મની મર્યાદા.
જન્મને ભય શરૂ કરવા માટે એ ભાવનાશીલ થવું જોઈએ.
ભાવનાના બે પ્રકાર છે એક સમ્યકત્વ ભાવનાનો, અને બીજો પ્રકાર વૈરાગ્ય ભાવનાને છે. - શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને દિનપ્રતિદિન વૃદ્ધિ કરનારી ભવ્ય-ભાવનાઓને સમ્યકત્વ ભાવનાઓ કહેવાય છે, અને વર્તનના ટકાવ-વૃધિ-શુદ્ધિ કરનારી ભાવનાઓને વિરાગ્ય ભાવનાઓ કહેવાય છે.