________________
આગમપાત દર્શનકારોએ એકલી સ્પશને જાણવાની શક્તિ ધરાવનારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિની તે જીવ તરીકે ગણતરી કરી જ નથી. અને આટલા જ માટે શુ કેવલીની તુલનામાં આવે એવા અને મહારાજા વિક્રમને પ્રતિબોધ કરનાર સિદ્ધસેન દિવાકર મહારાજ પિતાના શાસ્ત્રમાં જેનપણાનું લક્ષણ જ એ એ જણાવે છે. જેને પૃથ્વી આદિ એ કયેની માન્યતા હોય તે જૈન !
કહેવાનું તત્વ એટલું જ કે જગતભરમાં એક જ આવું જેનદર્શન છે કે જેની અંદર પૃથ્વી આદિ છએ પ્રકારના પદાર્થોને જીવંત તરીકે માનવામાં આવેલા છે. અન્ય દશનકાએ આ પૃથ્વી આદિને જીવ તરીકે માનવાની વાત તે દૂર રહી, પણ તે પૃથ્વી આદિ છએને જીવ તરીકે માની તેની રક્ષા માટે કટિબદ્ધ થયેલા પરમેશ્વરના પગામને પરમ પ્રીતિથી આદરનારા જેની જાણે. હાંસી જ કરવી હોય નહિં તેવી રીતે વીતો વીરજી નીવતા એવું કહી છકાયની દયા પાળનારા જેનેને ચીડવવા માટે જ તૈયાર થાય. ભગવાન વીરના દર્શન સિવાય અન્યત્ર જમાનાનું ઝેર. - જો કે અન્ય દર્શનકારેએ જમાને જેટલી ઝડપથી વેગ ફરે તેટલી ઝડપથી પિતાના ધર્મ અને તત્વને પણ ફેરવવામાં ગાઢ પ્રયત્ન કર્યા છે, અને તેને જ પ્રતાપે તેઓને બુદ્ધ જેવા એક કટ્ટર શત્રુને પણ જમાનાના પ્રભાવે ઈશ્વરાવતાર તરીકે માની લે પડ્યો છે. જેનેના ઋષભદેવ ભગવાનને પણ એક અવતાર તરીકે માની લેવા પડ્યા છે. જેને લેકોના ધર્મને અપમાન કરવા માટે કે તેને પિતાનામાં મેળવવા માટે ગૌતમ અને શિવજીની લીલા આદિ પણ બેઠવવા પડ્યા છે, યાવત મુસલમાની જમાનાના પ્રભાવને અંગે અપનિષદુ જેવા ગ્રંથ રચી યવનના પરમેશ્વરને પણ માનવા તૈયાર થવું પડયું છે.