________________
આગમોત
તે જ પ્રમાણે આપણે અજ્ઞાન છીએ, જન્મ જરા-મરણના મહાભયાનક સંકટને આપણે નથી જાણતા. છતાં આ દુનિયાના આત્મમાર્ગના વકીલે એ સંકટે કે એ દુઃખ આપણને આપણી જિજ્ઞાસા નહેવા , છતાં સમજાવે છે.
વકીલ પિતાને અસીલને જેમ તેના કેસની વિગતે સમજાવે છે, તે જ પ્રમાણે આ જ્ઞાનમાર્ગના વકીલે પણ જન્મ–જરા-મરણના મહાભયાનક સંકટને આપણને ખ્યાલ આપે છે!
તમે કહેશે કે એ ખ્યાલ આપેલે શા કામને? જે જન્મજરા-મરણના સંકટને, પ્રત્યક્ષ અનુભવેલે ખ્યાલ હોય અને તે ખ્યાલ ચોકકસપણે સમજી શકાતું હોય તે જ એમ કહી શકાય કે જન્મ–જરા-મરણના સંકટે મહાભયંકર છે. ! અન્યથા નહિ! પ્રત્યક્ષ કરતાં અનુભવ જ્ઞાનની મહત્તા
ભાગ્યવાને! કેઈએ તો આવી દલીલ કરે છે તે દલીલ ઈષ્ટ નથી.
ઘણી વાતે આપણે પ્રત્યક્ષ કે અનુભવી શકતા નથી, છતાં સામાન્યજ્ઞાનથી તે તે વાતનું સત્ય આપણે કબૂલ રાખીએ છીએ. ગાંડપણને તમને પ્રત્યક્ષ ખ્યાલ નથી જ ! તમે કેઈપણ ગાંડા થયેલા નથી જ! છતાં ગાંડપણની સ્થિતિ કેવી હોય તે તમે બધા સારી રીતે કલ્પી શકે છે.
એજ રીતે ધૂમાડા ઉપરથી અગ્નિની શક્યતાને પણ તમે ખ્યાલ બાંધી શકે છે! તમે અગ્નિને પ્રત્યક્ષપણે જોતા નથી, તમારી આંખ અગ્નિના ભડકાને જોઈ શકતી નથી. અગ્નિની ગરમી તમારી ત્વચાને ઉષ્ણતા આપતી નથી. અગ્નિ તમારી સાથે કેઈપણ પ્રકારે પોતાના અસ્તિત્વની વાત કરે નથી, છતાં તમે ધૂમાડાના ગોટેગોટા નીકળતા શે, તે તમારે તરત જ કબૂલ રાખવું પડશે કે, જ્યાંધૂમાડે છે ત્યાં અગ્નિ છે!” તમે અગ્નિને જે નથી છતાં તમે અગ્નિ ના અસ્તિત્વને કબૂલ રાખ છે શાથી? એ પ્રશ્નને ઉત્તર એ છે કે એક માત્ર અનુભવને આધારે? અનુભવ ઉપરથી તમે જાણી શકે છે કે “જ્યાં ધૂમાડે છે ત્યાં અગ્નિ પણ હસ્તી ધરાવે છે!”