SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર આગમત હતી, તેજ સ્થાનકે સ્વાર્થવૃત્તિનું સામ્રાજ્ય જમાવવા માટે મરીચિપરિવ્રાજકે આ વાક્ય ઉચ્ચાર્યું છે, એ હકીકત પણ શાસ્ત્રના મરીચિપરિવ્રાજકના પ્રકરણથી સ્પષ્ટ હેવાને લીધે આ મરીચિપરિ વ્રાજકના વચનને દુર્ભાષિત તરીકે જણાવવામાં કઈ પણ પ્રકારે અનુચિતતા હોય એમ માની શકાતું નથી. જો કે આ મરીચિના વચનને કેટલાક મહાનુભાવેએ ઉત્સુત્ર તરીકે ગણાવ્યું છે, જ્યારે કેટલાક મહાનુભાવોએ ઉત્સત્રમિશ્રિત તરીકે ગણાવ્યું છે, પણ શ્રી આવશ્યકનિયુક્તિકાર શ્રી ભદ્રબાહસ્વામીજી અને ભગવાન મહાવીર મહારાજના જ હાથે દીક્ષિત થએલ એવા ઉપદેશમાલાકાર શ્રી ધર્મદાસગણિજી સુભારિપળ પળ વિગેરે પાઠથી મરીચિના તે ચં ચંપિ વાક્યને દુર્ભાષિત તરીકે સ્પષ્ટપણે જાહેર કરે છે, તેથી આ પ્રકરણમાં તેના તે વચનને દુર્ભાષિત તરીકે કહેવામાં આવ્યું છે અને તેથી જ તે વચનને ઉસૂત્ર કે ઉસૂત્ર મિશ્રિત માનવામાં તેમ માનનારાઓનું તત્વ ઘટિત છે કે અઘટિત એ વિચારવાનું ઉચિત ધાયું નથી. આ સમગ્ર મરીચિના અધિકારમાં કપિલ રાજકુમારની વક્તવ્ય તાને પાછલે ભાગ માત્ર વૃત્તાંતની પૂર્ણતાને માટે જ કહેવામાં આવ્યું છે, બાકી ચાલુ અધિકારમાં તે મરીચિકુમારની પતિત દશામાં પણ જે પરોપકારવૃત્તિ રહી, સ્વાર્થને ભેગ આપીને પણ પતિત દશામાં પણ પરોપકાર કર્યો એ જણાવી તીર્થકરના જીવોમાં અનેક ભાથી પરહિતરતપણું હોય છે એ જ માત્ર પ્રકૃત અધિકારને પોષણ કરનારૂં હેવાથી જણાવ્યું છે. શ્રમણ ભગવાન મહાવીરના બીજા ભવમાં પણ કેઈ કેઈ અંશે અનેક પ્રકારે પરેપકારનિરતપણું છે તે નહિ વિચારતાં ખુદ્દ ભગવાન મહાવીર મહારાજના ભવને અંગે પરહિતપણું એટલે પરોપકારમાં તત્પરપણું શ્રમણ ભગવાન મહાવીર • મહારાજનું જણાવવું વધારે ઉચિત છે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy