________________
આપનાર તે તે મુનિ ભગવતે અને સાધ્વી મહારાજ આદિની ધમ પ્રેમભરી કૃપાદષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી લેખીએ છીએ,
આગમતનું કલાત્મક સુંદર છાપકામ માટે પૂરતી કાળજી સેવનાર અને દરેક રીતે નિઃસ્વાર્થ ભાવે તનડ પરિશ્રમ કરનાર સેવા ભાવી સ્વ. શેઠશ્રી સારાભાઈ પોપટલાલગજરાવાળા (અમદાવાદ) ના ધર્મપ્રેમની આ તકે ખૂબ જ ધર્મપ્રેમ ભર્યા હૈયાથી અનુમોદના કરીએ છીએ.
ત્રીજા અંકના કામની લગભગ સમાપ્તિ થઈ તે સમયે અચાનક હાર્ટ ફેલ થવાથી સારાભાઈના સ્વર્ગવાસથી આગમતના પ્રકાશનના કાર્યને ઘણી જ અસર પહોંચી છે, ભાવીની પ્રબલતા વિચારી
સ્વર્ગસ્થના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. - આગમતના મુદ્રણ સંબંધી દરેક કાર્યની જવાબદારી ઉઠાવનાર ચાણસ્મા નિવાસી શ્રી બાબુલાલ કેશવલાલ શાહ (૧૧–નગરશેઠ માર્કેટ રતનપેળ) અમદાવાદ વાળાના અંતભર્યા પ્રયાસની ગુણાનુરાગભરી પૂર્ણહૈયે અનુમોદના કરીએ છીએ.
જેઓએ ખરેખર શ્રી સારાભાઈ શેઠની ગેરહાજરીમાં પ્રેસબ્લક-મુફ આદિ છાપકામ સંબંધી દરેક જાતની જવાબદારી ઉઠાવી પિતાની હાદિક ધર્મશ્રદ્ધાને સુંદર પરિચય આપે છે.
વળી આગમત સંબંધી સ્થાયી કોશની યોજનાને મૂર્ત સ્વરૂપ આગવા જરૂરી પ્રચાર કાર્યમાં સક્રિય ફળ આપનાર શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિર અને જૈન ધામિક પાઠશાળના માનદ્ ધર્મશિક્ષક પં શ્રી હરગોવનદાસ સંપ્રીતચંદના ધમ. પ્રેમની પણ આ પ્રસંગે નેધ લેવી ઉચિત માનીએ છીએ.
વળી “આગમતનું વ્યવસ્થાતંત્ર નિઃસ્વાર્થ ભાવે કાળજી જાતમહેનત અને તવરૂચિથી સંભાળનાર શ્રી આગમત કાર્યા લય મહેસાણુના સંચાલક શ્રી કીતિકમાર કુલચંદ મહેતા (દીલીપ નેવેલ્ટી સ્ટાર મહેસાણા)ના ધર્મપ્રેમની ભૂરિ અનુમદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.