SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત મરીચિની સ્વાભાવિક મનેદશાનું કારણ જો કે યુવકદશાના પરિપકવ મને વિજ્ઞાનને પામેલે, યુવક સપુ રુષના સમાગમમાં આવવાથી જગતમાં થએલા અનેક અનુભવે ઉપરથી યુવાનદશાને વિજળીના ઝબકારા જેવી ચંચળ માને, લક્ષમીની લાભદશાની તીવ્રતા હોય તે પણ પવનથી આદેલતી ધજાની માફક લક્ષમી માત્રને ચપળ માને, મનુષ્ય જીવન કે જેની ઉપર સમગ્ર કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરેને આધાર છે, તેને નદીના પૂરના પ્રવાહ જેવું ચંચળ માનવા સાથે વ્યાધિની પ્રચુરતા, જરાની અપ્રતિતતતા અને મૃત્યુનું અપ્રતિકાર્યપણું માને તે સ્વાભાવિક જ છે. ભરત મહારાજા જેવા અસ્થિમજજામાં ધર્મથી રંગાએલા અને પરલેકની પ્રધાનતાએ જીવન જીવનારાના વંશમાં જીવનનિર્વાહ કરનાર કુંવરને તેવા અનિત્યાદિકના સંસ્કાર થાય અને તેવા વિચારો આવે તે ઘણું જ સંભવિત છે. કુમારદશામાં રહેલા તે મરીચિને ભગવાન યુગાદિદેવની તીર્થંકરપણુની ઋદ્ધિ દેખીને જરૂર લેકેત્તર માર્ગની મહર્ધિકતા અને ઉત્તમતા સ્પષ્ટપણે સમજાઈ અને તેથી લૌકિકાણામાં મુખ્ય ગણાતી એવી ચક્રવતી પણાની અદ્ધિને છોડવા તૈયાર થયે. શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ભગવાન યુગાદિદેવનું દીક્ષાકલ્યાણક (દીક્ષા) થયા પછી યુગાદિદેવની જનની, માતા મરુદેવી પિતાના પુત્ર. યુગાદિદેવની શ્રમણદશામાં રહેલી કષ્ટમય દશાને સંભારતી મહારાજા ભરતને તેની ઋદ્ધિના ભગવટાને નામે જ હજાર વર્ષ સુધી એળ દેતી હતી. તે માતા મરુદેવીને મહારાજા ભરત એળભાના બદલામાં જણાવે છે કે જે આ ભગવાન યુગાદિદેવની જીદ્ધ કેટલી અધિક અને કેટલી મોટી છે, અને આ યુગાદિદેવની ઋદ્ધિની આગળ મારી રાજ્યઋદ્ધિ એક તણખલાની ટોચ જેટલી પણ ગણતરીમાં નથી. - આ હકીકત સમજનારા મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે કે ભરત મહારાજાની રાજ્યઋદ્ધિ ચાહે જેટલી વિશાળ અને ઉત્કૃષ્ટ હેય તે પણ તે એક ભલેના રાજાની ઋદ્ધિના હિસાબમાં જાય અને
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy