________________
૩૪
આગમત સાધુઓને માર્ગે ચઢાવી સાર્થમાં ભેળા કરવાની બુદ્ધિરૂપી અષપણના ફળરૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ અને તેને જ પ્રતાપે મુનિમહારાજ પાસેથી ધર્મોપદેશ પામી સંસારમાં અનંત પુદ્ગલપરાવર્તન સુધી રખડતાં પણ ન મેળવાય તેવું સમ્યક્ત્વરત્ન તેણે મેળવ્યું.
પણ આ બધે અધિકાર માત્ર પ્રસંગાનુપ્રસંગવાળો જ છે, ચાલુ અધિકાર છે તે નયસારમાં સમ્યક્ત્વ ન હોવા છતાં પણ પરોપકારમાં પરાયણતા કેટલી હતી કે જેને પ્રતાપે પિતે અન્ય મતને છતાં પિતાના મતથી વિરૂદ્ધ જૈન મતવાળા સાધુઓની તરફ અનુકંપાબુદ્ધિ થઈ દાન દીધું, માગે ચઢાવવા પણ ગે.
સામાન્ય દષ્ટિએ વિચારનારે પણ સમજી શકશે કે જૈનેતર તરફથી થયેલું સાધુ મહત્માને અંગે આ બધું વર્તન એ ખરેખર તે આત્માની ઉત્તમતાને સ્પષ્ટ રીતે ધ્વનિત કરે છે. નયસારની પરેપકાર વૃત્તિને ઉપસંહાર
આ રીતે આગમ વ્યતિરિક્ત દ્રવ્યનંદીના મૂળ અધિકારમાં દ્રવ્યપૂજાના અધિકારમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવતેનું પોપકારમાં નિરતપણે જણાવવા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સમ્યકત્વ પહેલાં પણ તેમના જીવની તથાભવ્યત્વને અંગે રહેલી ઉત્તમતા જણાવીને પરેપકાર વૃત્તિનું સ્વરૂપ વિચાર્યું.
અહીં એક વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે જે તે નયસારને જીવ સ્વાભાવિક રીતે અનુકંપાગુણને ધારણ કરનારે ન હેત તે તે જંગલમાં માગભ્રષ્ટ થયેલા સાધુઓની દુઃખમય સ્થિતિને દેખીને અનુકંપા ધરાવી શકતા નહિ. તેમજ જંગલ જેવા સ્થાનમાં દાન દેવાની બુદ્ધિ કે જે સમ્યગ્દર્શન ન હોવાથી અનુકંપા બુદ્ધિથી જ થાય તે તે આવત જ નહિ. વળી તે નયસાર એકલા ક્ષુધાતૃષા આદિના બાહ્ય દુઃખને લીધે જ અનુકંપા ધરાવી શક્યો એટલું જ નહિ પણ સાધુએ સાર્થથી જુદા પડેલા હોવાથી તેમને સાર્થની સાથે ભેળવવાની જે ચિંતા, તે ચિંતાને ટાળવારૂપ અનુકંપા પણ તેના હૃદયમાં બરોબર વસી ગઈ.