________________
આગમત ધર્મકથારૂપ સ્વાધ્યાય કરવાનું તે માર્ગમાં ચાલતાં હોય જ નહિ. છતાં શાસ્ત્રકારે ભયયુક્તમાર્ગમાં નમસ્કાર આદિ પરાવર્તનારૂપી સ્વાધ્યાયની છૂટ આપે છે, તેવી રીતે આ સુવિહિતેએ પણ તે નયસારની તેવી ભદ્ધિકતા દેખીને ધર્મકથાને પ્રયત્ન કર્યો હોય તે અસંભવિત નથી.
આ રીતે સુવિહિતશિરોમણિઓએ નયસારની યથાભદ્રિકતા દેખીને આપેલી દેશનાથી તે નયસારને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. નયસારના વનગમન વિષે ભિન્ન-ભિન્ન વિચારધારા
આ સ્થાને જેમ આવશ્યકનિક્તિકારે માત્ર માર્ગદર્શનની જ વાત જણાવી છે, અને સાથે તે વખતે સમ્યગ્દર્શન થયું એટલું જ માત્ર જણાવેલું છે, પણ નયસાર જંગલમાં ગયે હતું, શા માટે ગયે હતે? મુનિઓને માર્ગ દેખાડવા કેણ ગયું? અને નયસારને સમ્યકત્વ ક્યાં થયું એ વિગેરે વિશેષ હકીકત નિર્યુક્તિકાર મહારાજે જણાવી નથી, જ્યારે મૂળ ભાષ્યકારે જાથાવાયામ એમ કહી રાજાને માટે લાકડાં લાવવા નયસાર વનમાં ગયે એટલું જણાવ્યું છે, તે પછી ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી અને શ્રીમલયગિરિ મહારાજે કથાપ્રસંગમાં “રાજાના આદેશથી ગાડી ગાડાં લઈને રાજા માટે લાકડાં લેવા નયસાર વનમાં ગયો છે” એમ જણાવ્યું છે, પછી આચાર્ય શ્રી ગુણચંદ્રજી પ્રાકૃત મહાવીરચરિત્રમાં ભવન અને રથ આદિને માટે ઘણું કિંકરે (દરેક કાર્યમાં હુકમ માગનારા મનુષ્ય)ની સાથે લાકડાં માટે જવાનું જણાવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “માત્ર સારાં લાકડાં માટે નયસારનું ચાકરે સાથે જંગલમાં જવું જણાવે છે, અને શ્રી કલપસૂત્રની રાધિકા ટીકા વિગેરેમાં “તે નયસાર કાષ્ટ (આ શબ્દ સામાન્ય રીતે બાળવાનાં લાકડાં માટે જ વપરાતે છે તેના ભારાવાળાને કાષ્ટવાહક કહેવામાં આવે છે) લેવા માટે જંગલમાં ગ” એમ જણાવે છે. (ત્યાં નથી તે ઘણું ગાડાંની વાત અને નથી કરચાકરની વાત.)