________________
પુસ્તક ૧-લું
- ૨ - અને તે સુવિહિત-શિરોમણિ સાધુઓ પણ તે નયસાર પાસેથી એકાન્ન ગ્રહણ કરત નહિ, પણ તે સાધુ મહાત્માઓ ગામમાં જ પધારત, પણ એમ નથી બન્યું, પરંતુ એકલા નયસારના પ્રતિલાભેલા અન્નપાણી તે મહાત્માઓએ વાપરેલાં છે, તેથી એમ જણાય છે કે તે લાકડાં કાપવાનું સ્થાન નયસારના ગામથી ઘણું દૂર હેવું જોઈએ, અને જે તે લાકડાં કાપવાનું સ્થાન ગામથી દૂર હોય તે નયસારને પાછલી રાત્રિએજ લાકડાં કાપવા ગાડું લઈને જવું પડે
એ સ્વાભાવિક જ છે. વળી દૂર જંગલમાં લાકડાં કાપવા ગએલે મનુષ્ય પિતાનું લાકડાં કાપવાનું કામ વેળાસર શરૂ કરે એ સંભવિત છે. નયસારની ઉત્તમતાનું લક્ષણ
આ રીતે નયસારે વહેલેથી લાકડાં કાપવાનું કામ શરૂ કરેલું છે. ઉનાળાના મધ્યાહ્નના બાર વાગ્યા જેવા સમય સુધી તે લાકડાં કાપવાના કામમાં પ્રવતેલે મનુષ્ય કે થાકી જાય તે વાચકની કલ્પનાની બહાર નથી. આ થાકની અતિશયિત સ્થિતિ જણાવવાનું કારણ એટલું જ કે એવા અત્યંત થાકની વખતે પણ જે મનુષ્યના અંતઃ કરણમાં દયાના ઝરણાં છૂટે છે! તે મનુષ્ય કેટલે બધે ઉત્તમ હવે જોઈએ? એ સમજાય તેવું છે. નયસારનું દાન અનુકંપારર્ભ સુપાત્રદાન
આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે આ નયસાર શુદ્ધ દેવ, ગુરુ, ધર્મની ઉત્તમતાને માનનારો કે સમ્યક્ત્વવાળે હજી થએલે નથી, અને તેથી તે સાધુ મહાત્માઓને દેખે અને ઉત્તમ સુપાત્રદાનની ભાવના તેને થાય એ અસંભવિત જ ગણાય, તવદષ્ટિને ધારણ કરનારા, શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મતત્વને સમજનારા શ્રાવકકુળમાં અવતરેલા મનુષ્યો પણ બાલ, વૃદ્ધ અને પ્લાન મુનિવરેને દાન દેતાં સુપાત્ર પણું જાણવા છતાં પણ તે બાલાદિકની અવસ્થાને લઈને સુપાત્રદાન સમજવા છતાં પણ અનુકંપામાં ઢળી જાય છે, તે પછી જે નયસાર તત્વદષ્ટિથી વિમુખ છે, દેવાદિક તને સમજાતું નથી,