________________
પુસ્તક ૪–શું દિને છે એમ વારંવાર કહેવું જ જોઈએ. અને જેઓ આ સત્ય સમજ્યા છે. તેમની પણ એ સમજણ કાયમ રહે પવનના ઝપાટામાં દીવાની જ્યોતિ ઉડી જાય છે, તેમ સંસારના સ્વાર્થ સમીરના ઝપાટામાં તેમની સમજ-તિ ઉડી ન જાય તે માટે જેઓ એ સત્ય સમજ્યા છે. તેમને પણ એ વાત વારંવાર કહેવાની જરૂર છે. કે “હે ભાગ્યવાને? આત્માને અનાદિને જન્મકર્મને મહારોગ લાગુ પડયો છે.
અનાદિથી આ રોગ ચાલુ છે.” એમ વારંવાર કહેવાનું કારણ એ જ છે કે તમને એ ગની ભયંકરતાને ખ્યાલ સંપૂર્ણ પણે આવી શકે, અને પુરેપુરે ખ્યાલ તમને લાવજ જોઈએ, તેનું કારણ એ જ છે કે એ ખ્યાલ થાય તે જ તમે એ ભયંકર રોગ માટે જલદ ઉપાય અજમાવી શકે. (૨) કમરેગનું ઔષધ ધર્મ છે. - બીજી વાત એ કે આ રોગ ટાળવાનું મહારસાયણ તે ધર્માચરણ છે. એ વિના આ મહા ક્ષયરેગની બીજી ઔષધિ નથી. (૩) કવ્યક્રિયા પણ ઉપયોગી છે
ત્રીજી વાત એ કે એ ધર્માચરણની દિશાએ જે વ્યક્રિયા થાય છે તે પણ હિતાવહ છે અને તેથી એ દ્રવ્યક્રિયાને અપલાપ ન કરતાં તેમાંથી દ્રવ્યભાવ દૂર કરવાનેજ યત્ન કરવા જોઈએ. (૪) દેવ-ગુરૂ પ્રતિ બહુમાન
છેલ્લી અને ચોથી વાત એ છે કે આ મહાન રસાયણના શોધક રસાચાર્ય ધવંતરી જિનેશ્વર ભગવાન છે. તેમને જેઓ દર્શાવે છે. રસાચાર્યની જેઓ ઓળખાણ આપે છે, તે સાધુઓને અને એ રસાચાર્યને જે શ્રદ્ધાપૂર્વક શરણે જાય છે, તે જ એ રસાયણ ખાઈ શકે છે.