________________
આગમત
સમ્યક્ત્વ. આથી સમ્યક્ત્વ હેય તે જ જ્ઞાન, મિથ્યાત્વ હેય તે અજ્ઞાનઆ હકીકત તત્વથી સમજે.
હવે સમ્યકત્વ ને જ્ઞાન એ બે સાથે જ છે. મિથ્યાત્વી સમ્યગૂ જ્ઞાનવાળે ન હોય. હવે સમ્યક્ત્વ ને જ્ઞાન તે બેને સંબંધ છે ને તેથી સમ્યક્ત્વ સાથે જ્ઞાન માનવું જ પડે, તે પણ દેશવિરતિ અને સર્વવિરતિની ક્રિયાને આવવામાં નવ પલેપમ અને સંખ્યાતા સાગરેપમને આંતરે છે, પણ તેટલા વખતમાં જરૂર વિરતિમાં દાખલ થાય.
બીજે મનુષ્ય ભવે જરૂર વિરતિ મળે, તેથી શાસ્ત્રકાર એકથી બીજો મનુષ્યભવ અવિરતિમાં રાખતા નથી. કાં તે વિરતિ લે! કાં તે મિથ્યાત્વ લે. એ સિવાય બીજો રસ્તો નથી. બીજે મનુષ્યને ભવ વિરતિ વગરને ચાલુ સમકિતવાળાને હાય નહિ. આથી બીજા ભવે વિરતિ જરૂર. સમ્યક્ત્વ જવાથી માને કે ન થાય તે પણ અર્ધ પુદ્ગલપરાવર્તે પણ મોક્ષ મળવાને હોય તે વિરતિ આવ્યા પછી જ મેક્ષ મળે. આથી સમ્યગ્દર્શન ને મેક્ષ વચ્ચે આંતરું નિયમિત કર્યુંપણ તેમાં સમ્યફચારિત્ર જરૂર આવી જાય. આથી સમ્યગ્દર્શન ને સમ્યગજ્ઞાનનું જ ફળ મેક્ષ કહી શકાય નહિ. એકલા ચારિત્રમાત્રથી પણ મેક્ષ થતો નથી. ત્યારે સમગ્રદર્શનને જ્ઞાન પછી થાય તેથી જ, સમ્યક્રચારિત્ર પણ સમ્યગદર્શન જ્ઞાનપૂર્વકવાળું જ હેય. એકલું જ્ઞાન, એકલી ક્રિયા સંપૂર્ણ ફળ દેતાં નથી, તાકાત હોય તે સંમિલિત દર્શન-જ્ઞાન-ક્રિયાની જ છે સંપૂર્ણ ફળ કરવાની તાકાત બે કે ત્રણમાંથી એકેમાં નથી. સમ્યગજ્ઞાન એટલે આત્માને શાયિક ગુણ. તે પછી ઉપદેશનું કામ નથી. ઉપદેશનું કામ ક્ષાપશમિક જ્ઞાન હોય ત્યાં સુધી જ છે. વળી ક્ષાપશકિજ્ઞાન ક્ષાયિચારિત્ર થયા પછી પણ કામનું નથી. ને લાપશમિક જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ તે ક્રિયાને આધીન જ છે. હવે તે ક્રિયા કેમ કરવી ને શું ફળ મળે તે અગ્રે..