________________
૧૮
આગમત રીતે આ જ મનુષ્યભવ આરાધનામાં ઉપયોગી ન બને તે આપણને લુંટાવનાર ને કપાવનાર થાય! મનુષ્યને ભાવ ઊંટ સમાન !
ગર્ભની સ્થિતિ જુઓ તે પણ બિલાડા, ઉંદર, કુતરા આદિની સ્થિતિ ટુંકી અને મનુષ્યને નવ મહિના. બીજાને તિછું રહેવાનું અને મનુષ્યને રહેવાનું ઉધે મસ્તકે, નવ મહિના લટક્યા, અંધારી, ગંધાતી, કોટડીમાં રહ્યા, ત્યારે મનુષ્યપણું મળ્યું. આ રીતે દુઃખે મળેલ છતાં જરૂરી કેમ?
ઉંટના અઢારે વાંકા છતાં રણની મુસાફરીમાં ઉંટનું જ કામ પડે. બીજું વાહન કામ ન આવે. તે રીતે મોક્ષ માટે ભયારણ્યની મુસાફરીમાં મનુષ્ય ભવ સિવાય કાંઈ પણ કામ લાગે એમ નથી. સામાન્ય રીતે દેવભવ સારે, પણ જેમ રણમાં હાથી, ઘોડા કામના નહિં, ઉંટ જ જોઈએ, તેમ મોક્ષ માટે મનુષ્યત્વ વિના ચાલે નહિ માટે કહ્યું-સુરઇ-સાર મળ્યો.
પશુથી પણ અધમ કસાઈની જાતિમાં જન્મવાથી દુર્ગતિના કામ કરવા પડે. અનાર્ય જાતિમાં જન્મ પામવાથી જીંદગી સુધી ધર્મનું નામ સાંભળવા ન મળે. ખરાબ કુળ કે જાતિમાં ઉપજેલે જેમ ધર્મ ન પામે, તેમ જૈન જાતિમાં ઉપજ્યા છતાં જેને નથી દેવ– ગુરૂ કે ધર્મની આરાધનાની પડી, કે નથી તીર્થની ભક્તિની પડી, કે નથી સાધર્મિક વાત્સલ્યની પડી. એ બધા મનુષ્ય છતાં પશુથી પણ અધમ કેટિના છે. કેટવાલને કુટિલ કેણુ કહે?
એ કહે છે કે-તીર્થ જાય તે જવા દેવું, પણ પિસા વડે રક્ષણના કરવું, એમ કહેનાર પિતાને પૂજારી છે. પણ ધર્મને દ્વેષી છે. ધર્મને વિરોધી છે. મા કે (પત્ની) બાયડી બેટી રીતે કેસમાં સંડેવાઈ હોય એને બચાવવા માટે પૈસા ખરચીને માબાપની આબરૂને ન બચાવવી એમ એ બેલશે? નહિ જ, પૈસાથી તીર્થને બચાવ કરવા કરતાં જવ