________________
Uવ્યાખ્યાન ૧થી णामं ठवणायारे दवे भावे य होति णायव्यो । पमेव य सुत्तस्स, णिक्खेको बउविहो होति ॥ શાસ્ત્રકારમહારાજા નિર્યુક્તિકાર ચૌદપૂર્વધર શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રી સૂત્રકૃતાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની નિર્યુક્તિ શરૂ કરતા પૂર્વે ચોથા અધ્યયનમાં પચ્ચાની ક્રિયાનું મહત્ત્વ દર્શાવતાં જણાવી ગયા છે કે દષ્ટિ સમેહ એટલે?
પ્રતિજ્ઞાને દરેક આસ્તિક દર્શનકાએ માન્ય રાખી છે. જેને તરેએ વ્રત નિયમ શિક્ષા રૂપે અને જેનેએ મહાવ્રત રૂપે હિંસાદિની પ્રતિજ્ઞા જણાવી છે.
આમાં શબ્દભેદને લઈ વિવાદને સ્થાન નથી, આપણે હિંસાદિના ત્યાગને મહાવ્રત કહીએ જ્યારે બીજાએ વ્રત, નિયમ, શિક્ષા કે કુશળધર્મ કહે !
તેમાં તકરાર નથી, કેમકે પૂ૦ આ૦ શ્રી હરિભદ્રસૂરિજી મના જણાવવા પ્રમાણે જૈનત્વના પગથારે ચઢેલાને દષ્ટિસંમેહ ન હોય.
દષ્ટિસંમેહ એટલે જ્યાં ગુણની અપેક્ષાએ પરમાર્થમાં ફેર ન હેય, આપણે મહાવ્રત શબ્દથી જે કહેવા માગીએ, તે જ વાત જે જૈનેતરોના વ્રત નિયમ આદિ શબ્દથી જણાવાતી હોય તે શબ્દભેદથી ભડકવું તે દૃષ્ટિસમેહ,
નામ-સંજ્ઞાના શાબ્દિકભેદથી વસ્તુ સ્વરૂપની ભિન્નતા ન હોવા છતાં શાસ્ત્રોમાં પરસ્પર વિરોધાભાસ ઉભું કરે તે દષ્ટિસંમેહનું ફળ છે.
પણુ– અહીં જરા ગંભીરતાથી તટસ્થપણે વિચારવાની જરૂર છે. વિવેક અને જિજ્ઞાસાના સુમેળ વિના ગુરૂગમ મેળવવાની બેદરકારીથી ઘણીવાર શાસ્ત્રવાક્યો પણ શસ્ત્રરૂપ બની જાય છે.