________________
પુસ્તક ૨-જુ
આ બધી વાત વાદીની થઈ! અહીં વિચારવાની વાત એ છે કે
વસ્તુનું સ્વરૂપ સરખું હોય તે નામને ઝઘડો કર વ્યાજબી નહીં, પણ અહીં તે મૂળમાં–પાયામાં જ ભેદ છે!
અન્ય દશનીઓ યમ, નિયમ-શિક્ષા આદિ નામે જે કહે છે તેમાં અને અધ્યયનમાં બતાવાતા અહિંસા આદિમાં જણે ફરક છે.
પચ્ચકખાણ-પ્રતિજ્ઞાના ધોરણે અહિંસા આદિનું મહત્ત્વજ્ઞાનીઓએ જે દર્શાવ્યું છે, તે દષ્ટિએ તે વસ્તુ સ્વરૂપમાં જ આકાશ-પાતાળનું અંતર પડે છે, એટલે વાદી દષ્ટિસંહ દેષની આપત્તિ આપે તે ખરેખર ઉચિત નથી!
મૂળ વાત એ છે કે અહિંસા આદિનું પાલન પચ્ચ. રૂપે થવું જરૂરી છે. પચ્ચ. એટલે આને પરિહાર, આ દષ્ટિથી અહિંસા આદિનું પાલન જ્ઞાનીઓએ વિદિત કર્યું છે.
અન્ય દર્શનીઓની માન્યતા એવી હોય છે કે અહિંસા આદિનું પાલન કરવાથી પાપ રોકાય એ વાત અન્ય દર્શનીના ખ્યાલમાં જ નથી જે કેવળ અહિંસાદિના પાલનના પાયામાં રહેલ છે.
અર્થાત અહિંસાદિનું પાલન પચ્ચ. રૂપે આશ્રને રોકવા રૂપે મહત્વનું છે. આ વાત સ્વીકાર્યા વિના શબ્દની સમાનતાથી ભેળવાઈ જવું ઠીક નથી. પચ્ચ. ની મહત્તા બાબત ફૂટ દલીલ
અહીં કદાચ કઈ એમ કહે કે-આ બધી લમણાઝીક શી? અહિંસાદિનું પાલન આશ્રવ રોકવા રૂપે કે પુણ્યબંધના કારણ રૂપે ગમે તે રીતે ઉપયોગી માને! પણ અહિંસા આદિ તે જૈનતરે માને છે ને! બસ પતી ગયું! ભલેને ગમે તે રૂપે માને! ખાટલામાં આમ સુઓ કે આમ! પણ કમ્મર તે ખાટલા વચ્ચે આવે ને!
આવી કૂટ દલીલ સામે ખરેખર ખૂબ જ હેરશીયારી રાખી વસ્તુને નિર્ણય કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ.