________________
આગમોત ત્યાંથી આરાધનાપૂર્વક કાળ કરી ભગવાન મહાવીર મહારાજપણે આ ભરતક્ષેત્રના દક્ષિણમાં અવતર્યા છે. આચાર્ય મહારાજ શ્રીમાન અભયદેવસૂરિજીએ શ્રી સમવાયાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન મહાવીર મહારાજના ભવથી નંદનરાજકુમારને ભવ ચેથા ભવ તરીકે ગણાવ્યા છે, પણ તે માત્ર સૂત્રને સંગત કરવાને અંગે શ્રી દેવાનંદાની કુખમાં રહેવાની અવસ્થાને એક જુદા ભવ તરીકે ગણને ગણાવ્યું છે, પણ તે ઉપરથી શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાના વખતને જુદો ભવ ગણી શકાય નહિ, કેમ કે તે શ્રી દેવાનંદાની ફખવાળે ભવ જુદો ગણીએ તે તારમોરારા એટલે “જે ભવમાં તીર્થકરપણું થવાનું હોય તેના પાછલા ત્રીજા ભવે દરેક જીવ તીર્થકર થવાના હેય તે તીર્થંકરપણે નિકાચિત કરે એ શ્રી આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં જણાવેલ સાર્વત્રિક નિયમ રહી શકે નહિ.
વળી દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણ કે જેમાં નારકના છે. પણ અસાતાને નહિ વેદતાં સાતાને વેચે છે તે પાંચ કલ્યાણકે તીર્થકરના એકજ ભવની સાથે સંબદ્ધ છે તેમાં ભગવાન મહાવીર મહારાજનું ચ્યવનકલ્યાણક જે આષાઢ સુદ છઠને દિવસે છે તે ભગવાન્ મહાવીર મહારાજના ભવથી જુદું પડી જાય, એટલે ભગવાન મહાવીર મહારાજના ભવમાં જન્માદિ ચારજ કલ્યાણક માનવાં પડે, તેમજ ત્રિશલાદેવીની કુખે આવવાના બનાવને વન કહી શકાય નહિ, કેમકે અવનને હિસાબ સમયની સાથે છે ત્યારે આ હરિણેગમેષીએ કરેલું ગર્ભ સંક્રમણ અસંખ્યાત સમયનું છે.
વળી અવનકલ્યાણક દેવતા કે નારકીની ગતિમાંથી આવવાને અંગેજ હોય છે, અર્થાત્ તીર્થકર મહારાજને જીવ તીર્થ કરપણના ભવમાં મનુષ્ય કે તિર્યંચગતિમાંથી આવે જ નહિ, અને અહીં તે દેવાનંદાની કૂખમાં મનુષ્યપણે રહેલા હતા ત્યાંથી ત્રિશલાદેવીની કૂખમાં આવવાથી મનુષ્યગતિમાંથી તીર્થકરનું આવવું માનવું પડે.