________________
આગમત લેવી એ નિયમને ન અનુસરતાં માત્ર રેગ શમાવવાને ઉદ્દેશ રાખીને જ્યાં સુધી રોગ શમે નહિ ત્યાં સુધી દવાને પ્રતિદિન વારંવાર ઉપ
ગ કરે છે, તેવી રીતે પૃથિવીકાયિક આદિ છએ જવનિકાયની દયાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી વારંવાર દરેક શ્રેતાને તે છ જવનિકાયનું સ્વરૂપ વિગેરે જણાવવામાં આવે છે.
અહીં કેટલાક શંકાકારે દયાની સિદ્ધિના તત્વને ન સમજતાં અન્ય શાસ્ત્રોની માફક જૈનશાસ્ત્રમાં પણ “અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન કરવું” એજ માત્ર શાસ્ત્રનું લક્ષણ સમજી વારંવાર કરાતા છ જીવનિકાય સ્વરૂપ આદિ સંબંધી કરાતા ઉપદેશને નિરર્થક ગણી દેષારોપણ કરવા તૈયાર થાય છે, પણ ખરી રીતે તે અજ્ઞાત તત્વજ્ઞાપનની અન્ય શાસ્ત્રીય દષ્ટિથી કરેલી શંકાકાની શંકા જ જેનશાસ્ત્રોની છ કાય જેની દયા સંબંધી સિદ્ધિના ધ્યેયને વધુ ઝળકાવે છે. પ્રથમ મહાવ્રતની મુખ્યતા.
વળી જૈનશાસ્ત્રમાં સાધુપણાને અંગે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી વિરમવારૂપ પાંચમહાવ્રતને સરખું સ્થાન છતાં પણ છ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણુતિપાતવિરમણ નામના મહાવતને જ ખેતીની અંદર અનાજની માફક મુખ્ય ફળ તરીકે ગયું છે, અને મૃષાવાદવિરમણ આરિરૂપ બાકીનાં ચારે મહાવતેને તે છ જવનિકાયની દયામય પ્રથમ મહાવતરૂપી અનાજના રક્ષણને માટે વાડરૂપ જ ગણેલાં છે.
એ વાત તે જગતમાં સિદ્ધ જ છે કે ખેતરની ચારે બાજુ કરાતી વાડ મુખ્ય ધ્યેયરૂપે હેતી નથી, પણ મુખ્ય ધ્યેય તે અનાજનું રક્ષણ જ હેય છે, તેવી રીતે જૈનશાસ્ત્રોએ મૃષાવાદવિરમણ આદિને મહાવ્રતરૂપે રાખ્યા છતાં પણ મુખ્ય ધ્યેય તરીકે છએ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાતવિરમણ નામના મહાવ્રતને અનાજ તરીકે રાખેલું છે.