________________
આગમત જિનેશ્વર મહારાજે ફરમાવેલી સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિઓ સર્વ છના કલ્યાણને માટે જ છે એમ જાણી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માત્રથી જ પ્રવર્તવાનું થાય છે અને તેનું જે કાંઈ પણ કારણ હોય તે તે એજ કે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરે જન્મથી જ અને વિશેષ કરીને કેવળજ્ઞાન પછી સર્વ જીના હિતને કરવાવાળા જ હોય છે. શાસ્ત્રો છવાસ્થ ગણધરનાં રચેલાં છતાં પ્રામાણિક કેમ? - પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન તીર્થકરે સર્વ જીના હિતકાર્યમાં તત્પર રહેતા હેઈ કઈ પણ જીવને અહિત ન થાય તેવી ધારણાથી હરેક જીવને અહિતથી નિવારવાવાળા હોય છે, અને તેથી જ છવાસ્થ ગણધર મહારાજાઓએ સર્વજ્ઞ તીર્થકર ભગવાનની હાજરીમાં રચેલાં સૂત્રોને સર્વ શાસનપ્રેમી છે માન્ય કરે છે.
કેમકે ગણધરના છદ્મસ્થપણાને લીધે જે કાંઈ પણ અહિત કરનારી રચના થઈ હતી તે ભગવાન તીર્થંકર મહારાજ જરૂર નિવારણ કરત, પણ તે રચનામાં સર્વજ્ઞ પ્રભુએ કઈ પણ પ્રકારના સુધારે ન કર્યો એટલું જ નહિ, પરંતુ તે ગણધરોએ રચેલી દ્વાદશાંગીનું સ્વામિત્વ તે ગણધરને સમર્પણ કરવા સાથે તે દ્વાદશાંગીની રચનાને અનુસારે જ સમગ્ર સંઘને વર્તાવવાની આજ્ઞારૂપી અનુજ્ઞા કરી સર્વ ગણધરના મસ્તક ઉપર સુગંધી વાસસૂર્ણ સ્થાપન કર્યો. માત્ર મનુષ્યની દયા પાળનાર રાજાઓ કરતાં તીર્થકરોની
વિશેષતા સર્વ તીર્થક જગતના સર્વ જેને હિત કરનારા હોય છે અને તેથી જ તેઓ રાજામહારાજા કરતાં શ્રેષ્ઠ હોય છે. કેમકે-રાજામહારાજા માત્ર પિતાને જેની ઉપર રાજ કરવું છે, જેની પાસેથી આવક લેવી છે, જેના દ્વારા પિતાની રાજ્યની વૃદ્ધિ કરવી છે, તેમ જ શત્રુના આવેલા હલ્લા પણ જે પ્રજા દ્વારા ઝીલવા છે, તે પ્રજાના જ માત્ર બચાવને માટે કાયદાઓ કરે છે, અને તે પણ કાયદાએ એવા કે પ્રજાના અમુક ભાગને એટલે કે અપરાધ કરનારા પ્રજાજનને