________________
સાગરસૂરીશ્વરના શિષ્યરત્ન તપોભૂતિ, શાસન સુભટ, સંઘસમાધિ તપર પૂ. ઉપાધ્યાયશ્રીધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રીઅભયસાગરજી મ., તેમજ આર્થિક સહાયતા માટે ઉપદેશ પ્રેરણા આપનાર તે તે મુનિ ભગવંતો અને સાઠવીજી મહારાજ આદિની ધર્મપ્રેમભરી કૃપાદ્રષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી લેખીએ છીએ.
આગમ જત” નું કલાત્મક સુંદર છાપકામ માટે પૂરતી કાળજી સેવનાર, નાદુરસ્ત તબિયતે પણ મુદ્રણ સંબંધી સઘળી જવાબદારીઓને નિસ્વાર્થભાવે અદા કરનાર ધમસનેહી પુણ્યાત્મા શેઠશ્રી સારાભાઈ પિપટલાલ ગજરાવાળા (નીલધારા એલિસબ્રિજ અમદાવાદ-૬) ના ધર્મપ્રેમની જેટલી અનુમોદના કરીએ તેટલી થેડી છે.
તેમની જાત દેખરેખ વિના છાપકામની ગૂંચ અમારા પ્રકાશનના કાર્યમાં અવરોધ રૂપજ બની રહેત એમ સ્વાનુભવથી જણાયું છે.
વળી “આગમ ત”નું વ્યવસ્થાતંત્ર નિઃસ્વાર્થ ભાવે કાળજી જાતમહેનત અને તત્વરૂચીથી સંભાળનાર શ્રી આગમ જ્યોત કાર્યાલય મહેસાણુના સંચાલક શ્રી કીર્તિકુમાર ફૂલચંદ મહેતા (દિલીપ નેવેલ્ટી સ્ટર, મહેસાણા)ના ધર્મપ્રેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
આ ઉપરાંત “ઝાઝા હાથ રળિયામણા” ન્યાયે અમારા આ પુનિત કાર્યમાં એક યા બીજી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપનારા દરેક મહાનુભાના ધર્મનેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાણે અજાણે મતિમંદતાથી કે છાપકામની વિચિત્રતાથી જિનાજ્ઞા–પરંપરાથી વિરૂદ્ધ કંઈપણ