________________
૫૨
આગમત
લઈ શકીએ, અને તે અપેક્ષાએ આત્માને જ જ્ઞશરીર આગમ દ્રવ્યપૂજા કે ભવ્ય શરીર આગમ દ્રવ્યપૂજા કહી શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનની કે તેઓશ્રીની પ્રતિમાની સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત અને નૈવેદ્ય વિગેરેથી કરાતી પૂજાને આગમ થકી દ્રવ્યપૂજા કે આગામથકી જ્ઞશરીર અથવા ભવ્ય શરીર દ્રવ્યપૂજામાં ગણી શકીએ તેમ નથી. તે સ્નાત્રાદિકથી કરાતી પૂજાને દ્રવ્યપૂજા કહેતી વખતે વ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપાને જ ખ્યાલમાં રાખવું પડે કેમકે તે સ્નાત્રાદિકે કરાતી પૂજા તે આજ્ઞાપાલન કે સંયમરૂપ ભાવપૂજાનું ઉપાદાન કારણ કે પરિણામી કારણ નથી એ ચક્કસ જ છે. શરીર અને આત્માને કર્થચિત અભેદ.
અહીં કદાચ એમ પ્રશ્ન થઈ શકે કે-જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જાણકાર થયેલાનું ને જાણકાર થવાવાળાનું શરીર જ લેવામાં આવ્યું છે અને તે શરીર તે ઉપાદાન કારણ હતું જ નથી, પરંતુ તે શરીર નિમિત્ત કારણ માત્ર જ હોય છે, અને તેથી શરીરરૂપી નિમિત્ત જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે લેવામાં આવ્યું છે, તેવી રીતે શરીરને ઉપલક્ષણ તરીકે રાખીને બીજા પણ અતીત, અનાગતનાં કારણે જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે કેમ ન લેવાં?
આના જવાબમાં એમ સમજવું કે વ્યવહાર દષ્ટિએ શરીર અને આત્માને ભેદ ગણતું નથી. જેમ ક્ષીર અને નીર એકઠાં મળ્યાં હેય, તેમાં આ ક્ષીર છે, અને આ નીર છે, એ વિભાગ કરે તે અશક્ય નહિ તો અયોગ્ય તે છેજ. આજ કારણથી ભવાંતરમાં ઇદ્રિ અને ગદ્વારાએ બંધાયેલાં કર્મોને અંગે, “મેં બાંધ્યા છે,” એમ ભવાંતરમાં પણ આત્મા કહી શકે છે. જે શરીર અને આત્માને સર્વથા ભેદ ગણવામાં આવે તે ઇંદ્રિયે અને ગાદિદ્વારાએ આત્માને તેનાથી ભિન્ન હોવાને લીધે કઈ પણ પ્રકારે કર્મબંધ થાય નહિ.