________________
પુસ્તક ૧-લું ધર્મ કહેવાને એક જ રસ્તે છે કે તેને વ્યતિરિત નામના ભેદમાં દાખલ કરીએ, અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના નિક્ષેપ કરતાં વ્યતિરિક્તને ભેદ અત્યંત ઉપયોગી થાય. દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમકિયાનું બીજ છે.
કે નયમતની વિચિત્રતાને લીધે “કેઈપણ પ્રકારનું માર્ગનુસારી કે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાનનું કારણ બને જ છે.” કદાચ કાળનું આંતરું દ્રવ્ય અને ભાવધર્મ વચ્ચે ઘણું લાંબુ હોય કે ટૂંકું પણ હય, પરંતુ એક વખત પણ જેને દ્રવ્યઅનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ છે તેને થડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે.
આજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજીપંચવસ્તુ પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે “અતી વખતે દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે દ્રવ્યચારિત્ર ભાવચારિત્રોનું કારણ છે.”
આજ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ “માનપૂજાની ઈચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુયિામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે” એમ જણાવે છે.
આ ઉપર જણાવેલી પંચવસ્તુ વિગેરેની અપેક્ષાએ કઈ પણ ધર્મક્રિયાને ભાવધર્મને નહિ સાધનાર તરીકે ગણું શકીએ નહિ, અને તેથી વ્યતિરિક્ત નામના આગમ દ્રવ્ય નિક્ષેપના ત્રીજા ભેદમાં તે તે દ્રવ્યક્રિયાઓને લઈ શકીએ નહિ.
આમ છતાં ઉપર-જમીનમાં વાવેલું બીજ અને પડેલા વરસાદ બીજ કે વરસાદને દેષ નહીં છતાં માત્ર ભૂમિષથી જ નિષ્ફળ જાય છે, તેથી જેમ તે બીજને કે વરસાદને દૂષિત ન ઠરાવતાં તત્વજ્ઞા પુરુષે તે ઉપર-ભૂમિને જ દૂષિત ઠરાવે છે, તેવી રીતે ધર્મક્રિયા કદાચ અન્ય ઉદ્દેશ કે ઉશશૂન્યપણે કરવામાં આવે તે પણ