________________
પુસ્તક ૧-લું શાસ્ત્રીય દૃષ્ટતેથી જ્ઞશરીરનું મહત્વ
શાસ્ત્રકારે પણ તીર્થકર ભગવાન અને ગણધર ભગવાન્ અને સામાન્ય અણગારની પણ ચિતાઓ જુદી જુદી કહે છે અને તેઓની ચિતામાને અગ્નિ પણ ઉંચા નંબરની ચિતામાંથી નીચા નંબરમાં સંક્રમી શકે, પણ નીચા નંબરની ચિતાને અગ્નિ પણ બીજી ચિતાઓના અગ્નિમાં ન સંક્રમી શકે એમ જણાવી જ્ઞશરીરની મહત્તાને અંગે તેઓની ચિતાના અગ્નિની પણ કેટલી બધી મહત્તા જણાવે છે? તે વિચારવા જેવું છે. નિજીવપણને લીધે જેઓ પ્રતિમા જીની ભકિતને દૂર કરાવે છે તેઓએ નિજીવ શરીરને અંગે થતી પિતાની જ પ્રવૃત્તિ અને તેને અંગે શાસ્ત્રકારએ કહેલી સ્થિતિ અને ભક્તિને વિચારવી જરૂરી છે. પ્રતિમા–પૂજનની અવગણનામાં અજ્ઞાન દશા
જે તેઓ સમ્યગદર્શનાદિ ગુણેને અને તેના આશયભૂત આત્માને જ આરાધ્ય ગણતા હોય તે તે મતવાળાઓએ નિજીવ શરીરને સત્કાર-સન્માનપૂર્વક કે પ્રશસ્ત-શબ્દઉચ્ચારણપૂર્વક દહનક્રિયા કરવી જોઈએ નહિ પણ તેઓ ભગવાનની પ્રતિમાને નિજીવપણાને આશ્રી જે પાષાણાદિ શબ્દ વાપરે છે તે અપેક્ષાએ તેઓને સ્પષ્ટપણે કઈ એમ કહે કે દીન અનાથ મડદાની માફક કે ઢોરઢાંખરના કલેવરની માફક તમારા કાળ કરેલા આચાર્યાદિકને ઢહડીને બહાર નાખી દઈ ગામમાં દુર્ગંધ ફેલાતી દૂર કરવી જોઈએ. સ્થાપના વિરોધીઓના કુતર્કને રદીયે
જોકે કેઈને પણ પ્રત્યાઘાત તરીકે કહેલા આ શબ્દો સ્થાપનાનિક્ષેપો નહિ માનનારને અત્યંત કડક લાગશે પણ તેઓએ શબ્દોની કટુતા તરફ વિચાર નહિ કરતાં પિતાના શબ્દો અને પોતાના મંતવ્ય ઉપર વિચાર કરવાની જરૂર છે. એ ન્યાય કઈ દિવસ ન હેઈ શકે કે સ્થાપના નહિ માનનારા લેકે શાસ્ત્રાનુસાર સ્થાપનાને માનનારાઓની સત્ય માનતા તેડી પાડવા સ્થાપના સત્ય અને