________________
૭૦
આગમત તે ઉપરથી આ પ્રશ્નોત્તરેનું સંકલન પૂર્વે ગણીવર્ય શ્રી દૌલતસાગરજી મ. કર્યું હોય એમ લાગે છે.
ચોથા પંચાશક સંબંધી પાંચ પ્રશ્નોત્તરે પ્રથમ વર્ષના ચોથા પુસ્તકમાં (પૃ. ૨૫થી૨૭) છપાયા છે, બાકીના અહીં અપાય છે. )
પ્રશ્ન-૬ જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં શેરડીના રસ વિગેરેનું પ્રભુ પૂજાના અધિકારમાં કથન નથી તે પછી પ્રભુ પૂજામાં જલ આદિ શબ્દથી શેરડીને રસ, ઘી, દૂધ વિગેરે પ્રક્ષાલમાં કેમ લેવાય છે?
ઉત્તર-વાભિગમ આદિ શાસ્ત્રોમાં નહિ કહેલા બલિ, દીપ, ગોચન વિગેરેનું અહિં પૂજામાં જણાવેલ છે. એટલે કેઈ શાસ્ત્રમાં ન હોય અને બીજે નિર્દેશ કરેલ હોય તે આજ્ઞા અવિરૂદ્ધ હોય તે નિષેધવા લાયક નથી.
પ્રશ્ન-૭ ઘી આદિમાં સુંદર ગંધરહિતપણું છે, એટલે ગંધ રહિત પદાર્થોથી પ્રભુ પ્રક્ષાલ કરે એગ્ય નથી, અથવા પ્રભુપૂજામાં કયા પદાર્થને ઉપયોગ કેવી રીતે કરે તેની શી મર્યાદા છે?
ઉત્તર-પ્રભુપૂજામાં સુગંધ આદિ કરીને યુક્ત ઉત્તમ ઘી વિગેરે દ્રને ઉપગ એવી રીતે કરે કે જેથી શાસનની શોભા વધે
અને પૂજા કરનારને ભાલ્લાસ થાય બીજા દર્શન કરનારને પણ ભાલ્લાસમાં કારણભૂત થાય છે. લખ્યું છે કે, “રેતિ તદ” (પંચા. ૪. ૧૯) એટલે પૂજા કરનાર જેવી રીતે ભાલ્લાસના હેતુથી પ્રભુપૂજામાં અંગરચના આદિ શોભે તે પ્રમાણે કરે તે રીતે ઉત્તમ પૂજાદ્રોથી યોગ્ય રીતે પૂજા આદિ કરે.
પ્રશ્ન-૮ વિશિષ્ટ પ્રકારના ઉત્તમ પુષ્પાદિ વડે કરીને પ્રભુપૂજા કરવી એમ શાથી?
ઉત્તર-ઉત્તમ એવા સાધને દ્વારે-એ કરાતી પૂજાથી પ્રાયે કરીને જીવને ઉત્તમ પરિણામ થાય છે, છતાં એવા કઈ ફિલષ્ટ કર્મવાલા આત્માને ઉત્તમ દ્રવ્ય હોવા છતાં શુભ પરિણામ ન થાય, ને કઈક આત્માને ઉત્તમ દ્રવ્ય વગર પણ ઉત્તમ ભાવ થઈ જાય એ જણા