________________
પુસ્તક -થુ
મનુષ્ય જન્મની સફલતા કરવા સાથે શાસનના ઉદ્ધારને સાચે અવસર પણ ત્યારે જ પ્રાપ્ત થશે.
દેવ, ગુરૂ અને ધમ પરત્વે સાચો રાગ, ભક્તિભાવ ત્યારે જ જાગશે. અદ્વિતીય પુણ્યપ્રકર્ષ પણ તેના વેગે જ જાગશે.
શ્રી જિનેશ્વર પ્રણીત ધર્મને અહર્નિશ સેવનારી સાચી સાધુ સંસ્થાની પણ ત્યારે જ કિંમત સમજાશે !
તેમનાં હાલ કટુ લાગતાં વચને પણ પછી જ અમૃતમય મનાશે.
અને અજ્ઞાનવસ્થામાં કરેલા પાપ બદલ એકાન્ત બેસી ઢગલાબંધ આંસુ સારી મહાન નિર્જરા કરવાને અવસર પણ એને ત્યારે જ પ્રાપ્ત થશે.
શાસનદેવ સહુને સન્મતિ સમપે! એ જ અભ્યર્થના.
શ્રી વીતરાગ પ્રભુનું શરણ જેણે સદા સંસાર પર ઉપકાર અનુપમ છે કર્યા, ને વિશ્વને ઉદ્ધારવા વિધવિધ પ્રયત્નો આદર્યા તે દેવના પણ દેવને હું ત્રિવિધે વંદન કરું,
એનું શરણ હે સર્વદા” એવું હૈયામાં ધરું. -પૂ. આગમેદ્ધારકશ્રી પ્રણીતગૂર્જરકાવ્ય સંગ્રહમાંથી