________________
E
केवलिपण्णत्तं धम्म । પુસ્તક
सरणं पवजामि વીર નિ. સં
જીજ
વિ. સં. ૨૪૯૩ આગમે. સં. શાસન એ જ શરણ : ૨૦૧૩
કા. સુ. ૫ ૧૭
રાનપંચમી (ગતાંકથી ચાલુ) ખરી વાત તો એ છે કે-આજના જમાનાવાદી સુધારક માનસ ધરાવનાર વર્ગને સર્વજ્ઞ પ્રભુના વચને પ્રતિ શ્રદ્ધા જ નથી હોતી, કેવળ વ્યાવહારિક દષ્ટિએ સારા દેખાવા માટે ધર્મક્રિયાનો વર્તમાન પ્રવાહમાં સાથ આપ્યા સિવાય તેઓને છૂટકે નથી, તેથી દેખીતી રીતે સર્વજ્ઞ પ્રભુના શાસનની પ્રવૃત્તિઓમાં તેઓને સાથ ખરી રીતે મન વિનાને અને અણસમજણભર્યો હોય છે.
વાસ્તવિક રીતે પિતાને બુદ્ધિવાદી માનનારા તે વર્ગમાં ભાગ્યે જ કેઈનધર્મ ક્રિયાઓની તાત્ત્વિક ભૂમિકા સમજવાની તૈયારી હોય છે, માટે ભાગે તે ધર્મના નામે તેઓનું નાકનું ટેરવું ચઢતું હોય છે, કેમકે માનસમાં ધર્મ પ્રતિ અરૂચિ-સૂગ ઘણી હોય છે.
વળી ખાલી ચણો વાગે ઘણે” કહેવત અનુસાર વાચાલતા અને શબ્દની સાઠમારી એ બિચારાઓને પહેલે પડી હોય છે, એટલે જ કઈ હિતૈષી મહાપુરૂષ આ વર્ગમાંના કેકને સમજાવવા પ્રયત્ન કરે એટલે સાપની માફક તે ઈ છેડાઈ જાય છે.