________________
- આગમજ્યોત વૈષ કે તે જિનેને એટલે કૃતજિનેને માર્ગથી વિરૂદ્ધ પ્રરૂપણા કરાવનાર બને નહિ, તેમ સંપૂર્ણ દશપૂર્વ કે તેથી વધારે પૂર્વના જ્ઞાનવાળાને અતીન્દ્રિયદર્શિપણું આવતું હોવાથી તેમનું એક પણ વચન સન્માર્ગથી વિરૂદ્ધ અજ્ઞાનતાને લીધે પણ થાય નહિ, તેથી જ ગણધર મહારાજ અને પ્રત્યેકબુદ્ધની માફક તે ચૌદ પૂર્વથી સંપૂર્ણ દશ પૂર્વને ધારણ કરનારા મહાપુરુષના વચનને સૂત્ર તરીકે ગણવાનું શાસ્ત્રકારે ફરમાવે છે. અથવા કેવલિનાં સૂત્રે કેમ નહિ?
કે ગણધર અને પ્રત્યેકબુદ્ધ આદિ સિવાય ગુરુ પાસે ધમ સાંભળ્યા સિવાય કેટલાક આત્મબળે જ્ઞાનાવરણીયને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાન મેળવનારા હોય છે, પણ તેમના વચનને એટલે તે અકૃત્વા કેવલીના વચનને શાસ્ત્રકારોએ સૂત્ર તરીકે નથી ગણાવ્યા તેનું કારણ એ છે કે તે અશુવા કેવલીઓતાઓના સંગે એકજ ઉત્તર માત્ર જણાવે તેથી ત્યાં રચના અને સૂત્રને વિભાગ ન કહેવાય તે સ્વાભાવિક જ છે. ગણધરકૃતપણુથી આવશ્યકનું સૂત્રપણું
આ બધી હકીકત વિચારતાં આ આવશ્યકસૂત્ર તીર્થસ્થાપનાને દિવસે જ ગણધર મહારાજાઓએ મુસ્કલ પ્રશ્નને લીધે કે સ્વયં જિનેશ્વર ભગવાનના નિરૂપણથી રચેલું હેઈને તે ગણધરકૃત હેવાથી સૂત્ર તરીકે ગણવામાં બે મત હેઈ શકે જ નહિ. આવશ્યકસૂત્રની ઉચ્ચતરતા કેમ?
એવી રીતે રચાયેલા જૈનશાસનમાં વર્તમાનકાળે આચારાંગાદિ કાલિક સૂત્ર અને દશવૈકાલિક વિગેરે ઉત્કાલિક સૂત્રે સંખ્યાબંધ વિદ્યમાન છતાં પણ આ આવશ્યકસૂત્રનું સ્થાન જૈનશાસનમાં અલૌકિક જ છે, કારણ કે આચારાંગાદિ કાલિક કે ઉત્કાલિક સૂત્રમાંથી કઈ પણ પ્રતિદિન તે શું, પણ પ્રતિમાસ કે પ્રતિવર્ષને અંગે પણ નિયમિત રીતે વિધાનના ઉપયોગમાં લેવાનાં હતાં નથી, પણ જૈન