________________
રાત્રિભોજન અકરણીય કેમ?
(વર્તમાનકાળે બુદ્ધિવાદના સ્વચ્છેદ યુગના અવનવા કુતર્કોથી દેખીતી અનિષ્ટ પાપ પ્રવૃત્તિઓ પણ સારી મનાય છે, જેમ કે રાત્રિભેજન, કંદમૂળ, બરફ, આઈસ્ક્રીમ, હોટલના ખાનપાન વગેરે. તેમાં પણ રાત્રિભેજન છે કે નરકના ચાર દ્વાર પૈકી મહત્ત્વનું દ્વાર છે. જૈનકુળની ઉત્તમતાને જોખમાવનાર આ પાપપ્રવૃત્તિના સ્પષ્ટ અનર્થો પૂ. આગાદ્વારકશ્રીએ સચેટ ભાષામાં આ લેખમાં દર્શાવ્યા છે. બહુ જ ધ્યાનપૂર્વક વાંચવા ભલામણ છે.)
જેન કુળમાં જન્મેલાને રાત્રિભેજનના દોષે જણાવવા પડે એ કાલની વિષમતા જ ખરેખર ગણાય ! તે છતાં સમજવા ખાતર જણાવાય છે કે
રાત્રે અન્ન-પાણીમાં ઉત્પત્તિ થવાની વાત જે કે યથાર્થ નથી કેમ કે–સૂત્રકાર અને પંચાગીકાર વિગેરેના વ્યાખ્યાન પ્રમાણે “આહારપાણીમાં રાત્રે ઉત્પત્તિ થાય છે” એમ જણાતું નથી.
છતાં રાત્રે આહારપાણીમાં કુંથુઆ, કડી વિગેરેનું ચઢવું કે પડવું થયું હોય તે પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્વ તરીકે ગણનારે મનુષ્ય રાત્રિને વખતે તે સૂક્ષ્મ જીવોની દયા પાળવી અશક્ય હેવાથી ભેજન કે પાન કરી શકે જ નહિ.
યાદ રાખવાની જરૂર છે કે-જૈનશાસ્ત્રકારે ખુદ જીવના પ્રાણના નાશને હિંસા તરીકે કે તેને અનાશને દયા તરીકે ગણતા નથી,
જે તેમ ગણે તે સગી અને અગી કેવલીપણામાં પણ દ્રવ્ય થકી હિંસાને પ્રસંગ હઈ પાપકર્મને બંધ મા પડે અને નદી, સમુદ્ર વગેરે જેવા કેવળ અપકાયના થી ભરેલા સ્થાનમાં સિદ્ધિ પામવાને વખત રહે જ નહિ.
વળી પંચ મહાવ્રતધારી સાધુ મહાત્માઓ કરતાં પણ હિંસાને