SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ 'પુસ્તક ૩સામાયિક એ શિક્ષાવત છે સ્નાત્ર, સામાયિક, તથા પૌષધ ઘેર પણ થાય છે તે આ દેશવિરતિના અધિવેશનમાં એકઠા થઈને સામુદાયિક આ સામાયિક કરવાનું પ્રજન શું? તમારા સંમેલનમાં સામાયિકના એવા સંસ્કાર પડવા જોઈયે કે બાર મહિના સુધી તેની ઝાંખી રહે! શુદ્ધ સામાયિક કરવા કરવા માટે જ આ પ્રવૃત્તિ છે, એવા સંસ્કારે ખીલવવા માટે જ આ પ્રયાસ છે. જૈન શાળાઓની પ્રવૃત્તિ કેવળ સૂત્રે ભણાવવાની છે. પરંતુ. કિયાહીન છે. ત્યાંને ટાઈમ પણ એ કે આવશ્યકના ટાઈમે જ ભણાવવાને ટાઈમ! ક્રિયા પૂર્વક સૂત્રને ઉપયોગ કરાવવાની જરૂર છે, કિયા વગરના સૂત્રો ભણાવાય છે, તે પરિણામે શૂન્ય આવે છે, માટે તમારી સંસ્થાએ ક્રિયા અને જ્ઞાન બનેને પ્રચાર કરવાની જરૂર છે. સૂત્રોચ્ચાર પણ શુદ્ધ, અથને પણ ખ્યાલ અને ક્રિયામાં પ્રવર્તન આદિ કરવાની જરૂર છે. ક્રિયાના સૂત્રે કિયાના અભિનય પૂર્વકના ન હોય તે તે વ્યવસ્થિત ફલ નથી આપતા, તમારા મેમ્બરે ઘરે અવારનવાર સામાયિક કરનારા તે હશે જ પરંતુ સૂત્ર અને ક્રિયા બને ધ્યાન રાખી પ્રવૃત્તિ કરવાના આ પ્રયત્ન છે, તમારા અધિવેશનના પહેલા દિવસને કાર્યક્રમ પણ સક્રિયતા જણાવવા માટે જ છે. પૌષધ, દેવભક્તિ તે પણ કિયાના જ અંગ છે. સમતા માત્રનું નામ સામાયિક નથી. પરંતુ આ અને રૌદ્રધ્યાને છેડીને બે ઘડી સમતા કરે તેનું નામ સામા-- યિક છે. આધ્યાન, (૧) ઇષ્ટ વિષયની પ્રાપ્તિ કરવાની ધારણા તે આર્તધ્યાન છે. (૨) અનિષ્ટ વિષયોને ખસેડવાની વિચારશ્રેણિ તે પણ આ ધ્યાન છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy