________________
૪૦
આગમત નાર સર્વવિરતિ, આ ત્રણે પુણ્યાત્માએ મરણને ઉત્સવરૂપ માણુ શકે છે, કેમ કે સમકિતી દેશવિરતિ, તથા સર્વવિરતિ પિતાની દેવલોકાદિ સદ્દગતિ નિશ્ચિત જોઈ શકે છે.
જ્યાં કાચ છેડી કનકને મેળવવાનું હોય ત્યાં દીલગીરી કેને થાય? કેઈને જ નહિ. હાડકાનું હાડપીંજર, વિષ્ટાની ગુણ, મૂત્રની કેથળી રૂપ આ ઔદારિક શરીર છોડી દિવ્ય શરીર, અદ્ધિ, સમૃદ્ધિ મેળવી આપનાર મરણને શોકમરણ કણ માને? કઈ જ નહિં! એ ઉત્સવ મરણ જ મનાય! - આજ વાત સિદ્ધાંતાનુસાર વિચારીએ! સમકિતી, દેશવિરતિ તથા સર્વવિરતિ જીવ વૈમાનિક વિના બીજે જતા નથી. પહેલાં આયુષ્ય બાંધ્યું હોય તે વાત જુદી છે. હવે વૈમાનિકમાં જનારની ભાવના મરતી વખતે કેવી હોય? જેની શુભ લેશ્યા હોય તે જ ત્યાં જઈ શકે, પણ મરતાંયે, બરફ, બાટલે, ડાકટર વિગેરેની બૂમરાણ કરનારને વૈમાનિક વિમાન રેટું નથી પડયું કે તરત મળી જાય ! મરણ સુધારવાની વિધિ આટલા માટે જ છે!
સમકિતી, દેશવિરતિ તથા સર્વવિરતિ મરણ વખતે પણ ચાર શરણને જ અંગીકાર કરે છે, મરણથી ડરતે નથી પુણ્યાત્મા માટે મરણ ઉત્સવ રૂપ છે, એને તે ચઢીયાતા સ્થાને જવાનું હોવાથી પાઘડી તેરા પહેરીને, તિલક કરીને, શ્રીફળ લઈને હર્ષભેર જવા જેવું છે. મહાપુરૂને જન્મ ઉત્સવરૂપ ખરે કે નહિં?
કદાચ કઈ એમ કહે કે-“જન્મના પણ બે પ્રકાર છે, કેમ કે શ્રી તીર્થકર દેને જન્મ તે ઉત્સવરૂપ છે ને !”
શંકાકારની વાત ખરી છે! પણ શ્રી તીર્થંકર પ્રભુને જન્મ જગત માટે ઉત્સવરૂપ છે, પણ તેમની પિતાની દષ્ટિએ તે તે જન્મ પણ કર્મની ગુલામી જ છે ! અવશિષ્ટ કર્મોની પરાધીનતા જ છે!
અને મરણ પણ મરનાર માટે ઉત્સવરૂપ બને છે, આરાધકો માટે