________________
આગમત પશમ આદિથી સાધુપણું પ્રાપ્ત કરવામાં મહેનતની જરૂર છે એમ ખરૂં! પરંતુ તે કરતાં તે સાધુપણાના રક્ષણને માટે યાજજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. સાધુપણાના રક્ષણ માટે વાવજીવન પ્રયત્ન કરવાની ભાગ્યશાળીઓને અવશ્ય જરૂર રહે છે. સાધુપણાના રક્ષણ માટે શાસકારોએ અનેકાનેક માર્ગો અને ઉપાય બતાવ્યા છે, છતાં નીચે જણાવેલા ત્રણ ઉપાય મેળવનાર મનુષ્ય કઈ દિવસ પણ સાધુપણાથી પતિત થાય જ નહિં, અર્થાત્ કહેવું જોઈએ કે નીચે જણાવવામાં આવતા ત્રણ ઉપાયને અમલમાં નહિં મુકનારે જીવ મહાકણથી મળેલા સાધુપણાને ટકાવી શકે નહિં. તે ત્રણ ઉપાયે નીચે પ્રમાણે
૧ અસં પ્રાપ્ત એવા ચૌદ કામ અને સંપ્રાપ્ત એવા દશ કાને નિવારણ કરવા જોઈએ. (આ અસંપ્રાસ અને સંપ્રાપ્ત કામોના ભેદો અને સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી દશવૈકાલિક-હારિભદ્રીયટીકાનું બીજું અધ્યયન જોઈ લેવું.)
૨ હંમેશાં અને દરેક ક્ષણે દુર્લભતમ એવા સંયમને લીધે આત્માને હર્ષમાં રાખ. (સાધુપણાને જેઓ દુર્લભ માની તે મળવાથી આનંદ માનનારા છે, તેઓ સર્વાર્થસિદ્ધના દેવતાઓ જેવા સુખી છે. અને અત્યંત દુર્લભતમ અને મોક્ષનું મુખ્ય સાધન એવું સંયમ મળ્યા છતાં સંયમની સાધનામાં ઉદ્દવિગ્ન રહેનારા જેવો છે, તે નરક જેવા દુઃખી છે. એ વાત દશવૈકાલિક સૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે.)
૩ પ્રતિક્ષણ સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગનો વૃદ્ધિના વિચારો માં જ લીન રહી બાહ્યવસ્તુને કઈ પણ સંકલ્પ કરે નહિ.
ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓ સાચવનાર મનુષ્ય કઈ દિવસ પણ સાધુપણાથી પતિત થતું જ નથી, પરંતુ તે ત્રણે વસ્તુઓ અગર તે ત્રણેમાંથી કઈ પણ એક વસ્તુ સાચવવામાં જે ગફલત થાય તે સાધુપણું પાળવું અશક્ય થાય....પૂ. આગામે દ્ધારકશ્રી