SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત મિથ્યાત્વની માર્મિક વ્યાખ્યા આ કારણે જ જ્ઞાનીઓએ મિથ્યાત્વમાં ખોટી માન્યતા કે વિપરીત કે કદાગ્રહી વલણને સ્થાન આપવા સાથે સાચી માન્યતા ન થાય તે સ્થિતિને પણ મિથ્યાત્વમાં અંતર્ગત જણાવી છે. જુઓ! એકેન્દ્રિયમાં ખોટી માન્યતા શી છે? કુદેવ, કુગુરૂ, કુધર્મની શ્રદ્ધાની વાત જ ત્યાં શી રીતે ઘટે? મન જ નથી ત્યાં બેટી શ્રદ્ધા કે માન્યતા સંભવે જ શી રીતે ? તે પછી એકેન્દ્રિયમાં મિથ્યાત્વ શી રીતે? આજ પ્રમાણે વિકસેન્દ્રિય (બઈ, તેઈ, ચૌરિન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ મન ન હોવાથી વિપરીત શ્રદ્ધા-માન્યતા ઘટતી ન હોવાથી મિથ્યાત્વ શી રીતે ગણાય? અસંજ્ઞી અવસ્થામાં મન ન હોવાથી ખેટાને સાચું, સાચાને બિટું, સાચાને સાચું કે બેટાને ખોટું માનવાની શક્યતા જ નથી, તે પછી કુદેવાદિને સુદેવાદિ માનવા રૂપ મિથ્યાત્વ શી રીતે સંભવે? મિથ્યાત્વની સ્થલ-સૂક્ષ્મ સ્થિતિ પણ–જિનશાસનમાં સમ્યકત્વ એ આત્માને ગુણ માન્ય છે, તેથી તેને આવરણ કરનારૂં કર્મ પણ જણાવ્યું છે, જેનું નામ દર્શનમેહનીય છે, તેથી મનથી થનારી પ્રતીતિ-માન્યતા આદિ સ્થૂલ સ્વરૂપ ન હેય, તે પણ દર્શન મેહનીયના ઉદયથી સાચી માન્યતા ન હોય તે તે મિથ્યાત્વની સ્થિતિ ગણાય. બેટી માન્યતા એ મિથ્યાત્વનું સ્થૂલ સ્વરૂપ છે, પણ સાચી માન્યતા ન થવી એ દર્શનમેહનીયના ઉદયથી થનારી હેઈમિથ્યાત્વનું અંતરંગ-સૂમિ સ્વરૂપ અસંજ્ઞી છે (એકે વિકેન્દ્રિય અને અસંજ્ઞી પંચે)માં મિથ્યાત્વ ઘટી શકે છે. સમભાવનું વિકૃત માનસ આ ઉપરથી કેટલાકે વિવેકની ખામીથી સર્વધર્મ સમભાવની
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy