________________
આગમત સાવીજીએ પિતાની ભૂલ માની શ્રી સંઘ પાસે પ્રાયશ્ચિત માંગ્યું, પણ આશય શુદ્ધિના કારણે તેને નિર્દોષ ઠરાવી, ખાત્રી માટે શાસનદેવી મારફત શ્રી સીમંધર સ્વામીજી પાસે સાધ્વીજીને મેકલી, શ્રી તીર્થંકર પરમાત્માએ સ્વમુખે શ્રીયક મુનિની આરાધકતા અને સાધ્વીજીની નિર્દોષતા જણાવી. પચ્ચ.ની વિશુદ્ધિ માટે આરાધકભાવની જરૂર
આરાધભાવ ટક્યો રહે તે પશ્ચ.ની અખલિતતા બની રહે તે આશયથી શ્રીયકમુનિનું દષ્ટાંત વિચારવા જેવું છે. શ્રીયક મુનિએ જે રીતે ઉચ્ચ આલંબન રાખી પિતાની જાતને આરાધક બનાવી તે રીતે આત્મગુણ તરીકે તપને વિકસાવવા માટે પશ્ચ. લીધા પછી ઉંચા આદર્શને નજર સામે રાખવાની જરૂર છે. અસદાલંબનેથી પચ્ચ. ના ભંગની શક્યતા
પચ્ચ.ના ઉચ્ચ માર્ગે આગળ વધવા માટે દષ્ટિ સદા ઉંચી જ રાખવી ઘટે, ઉંચે ચઢનારને નીચી દષ્ટિ રાખવી પાલવે નહી, છતાં તપ એ આત્માને ગુણ છે. એવી પ્રતીતિ સાથે પચ્ચ.ની પ્રવૃત્તિ ન કરી શકનારને પચ્ચ. લીધા પછી આવી પડનારી વિષમતાઓ વખતે અનાદિકાલીન સંસ્કારના બળે નીચા આલંબને ખોટા બહાના આદિ અવલંબી પચ્ચાના ભંગ માટે આડકત્રી તૈયારી થઈ જાય છે.
પચ્ચાની ક્રિયામાં પંચાચારની મર્યાદાના પાલન સામે અનાચાર ત્યાગની વાત લક્ષ્ય તરીકે રખાય તે સંસ્કારવશ જે અનુચિત પ્રવૃત્તિઓને પ્રસંગ આવે છે તે સ્વાભાવિક રીતે ટળી જાય. અધ્યયનના નામની મામિકતા
આ રીતે આ (પાંચમું) અધ્યયન અનાચાર શ્રત પણ કહે વાય છે. પચ્ચ. માટે જરૂરી આચારની મર્યાદાના પાલનની વાત ભારપૂર્વક જણાવી પિટામાં આચારના વિરોધી તત્વેનું વજન સૂચિત થઈ જ જાય છે. એકંદરે આ અધ્યયન અનાચારના ત્યાગની વાત ગર્ભિત રીતે મહત્વની જણાવી આચાર પાલનની વાતને નિર્દશનારું છે.